Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ખેતરમાં વીજળી પડતા કપાસનો પાક બળી જતા ખેડૂતે કર્યો આપઘાત, પરિવારમાં શોક

ખેતરમાં વીજળી

જૂનાગઢ : વિસાવદરના ભલગામે ખેડૂતો ઝેરી દેવા પીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના ઊભા પાક બળી ગયા છે. ત્યારે આપઘાત કરનાર ખેડૂતનો કપાસનો પાક બળી જતા હતા ચિંતામાં હતા. ભારે વરસાદને કારણે વીજળી પડતા કપાસના પાકમાં આગ લાગી હતી અને પાક નિષ્ફળ ગયો હતો. વિસાવદર પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે

છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. ૬ ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ૨ ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ૨૪ ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી ૪૦૦ કિલોમીટર દૂર છે. માછીમારોને ૧૨ કલાક માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

મોરબી પંથક અને ઉપવાસમાં ધોધમાર વરસાદથી શહેરની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ૧૦૦ ટકા ભરાયો છે. ડેમનાં ૫ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાનાં ગામોને એલર્ટ કરાયા છે. નવા પાણીની આવકથી મચ્છુ ૧ ડેમ બાદ મચ્છુ ૨ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ સંપુર્ણ ભરાતા શહેરીજનોની પાણી અને સિંચાઇની સમસ્યા હલ થઈ ગઈ છે. ડેમનાં દરવાજા ખોલાતા મોરબી તાલુકાના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામને એલર્ટ પર છે.

Othe News : શંકરસિંહના કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય હાઇકમાન્ડ કરશે : સિબ્બલ

Related posts

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોનું સોશિયલ મીડિયા કેમ્પેન : પહેલા-રોજગારી-પછી-ચૂંટણી…

Charotar Sandesh

કોંગ્રેસે ઉમેદવારો નહીં ઉભા રાખતાં ભાજપના બંને ઉમેદવારો બિનહરિફ થયા…

Charotar Sandesh

૩૧ ઓક્ટોબર સુધીમાં વાલીઓ બાકીના ૬ માસની ફી ભરે તો જ ૨૫ ટકા માફી આપીશું : એઓપીએસ

Charotar Sandesh