Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ

ઉમરેઠની ખ્યાતનામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પંચમોત્સવ એટલે કે પાંચમા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી.

જેમાં ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજે પધરામણી કરી હતી અને સર્વને આશિર્વચન આપ્યા હતા, તદ્‌ઉપરાંત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ તથા ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

સૌ મહેમાનોએ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા પ્ર.ઈ.સ્કૂલ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી

સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને વિવિધ ડાન્સ કર્યા હતા. પ્ર.ઈ.સ્કૂલના ચેરમેન વજેસીંગ સર, મંત્રી જિગ્નેશ સર, ટ્રસ્ટી પિનલ સરે સૌનો સહૃદય સ્કૂલમાં આવકાર આપ્યો હતો. પ્ર.ઈ.સ્કૂલના આચાર્યા શ્રીમતિ પન્ના મેડમ તથા દરેક વિભાગના કો.ઓર્ડિનેટર અને પૂરી પ્રગતિ ટીમે સૌનો આભાર માન્યો હતો.

Other News : RTE એકટ હેઠળ બાળકોને ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ મળશે : એડમિશન માટે હેલ્પલાઈન જાહેર કરાયા

Related posts

ખંભાત વિસ્તારમાં કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારકશક્તિ વધારવા દવાઓનું વિતરણ કરાયું…

Charotar Sandesh

આણંદ તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

Charotar Sandesh

આણંદ શહેરમાં આવતીકાલે સાંજે ૪ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

Charotar Sandesh