Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ધાર્મિક આતંકવાદથી શિક્ષણ અને વિદ્યાર્થીઓને બચાવવા બાબતે આણંદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ

શિક્ષણ અને વિદ્યાર્થીઓ

આણંદ : જિલ્લા કલેક્ટરને ડૉ. અલ્પેશ પુરોહિત દ્વારા રજૂઆત કરતાં જણાવવામાં આવેલ કે, આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બાકરોલ એક શૈક્ષણિક ધામ છે જ્યાં અલગ અલગ જાતિ, ધર્મ તેમજ પ્રાંતના તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

આ વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે પરંતુ હવે ઘણા સમયથી આ સરદાર પટેલની ભૂમિ, અને આ ભૂમિ એટલે એકતા, અખંડતા અને માનવતાની ભૂમિ પરંતુ હાલ જે રીતે રામ અને રહીમના નામે શિક્ષણમાં પણ ધાર્મિક આતંકવાદ ફેલાઈ રહ્યો છે જે ખુબજ દુઃખદ બાબત છે. મારી વિનંતી છે કે આ બાબતે સરકારનું પણ ધ્યાન દોરવામાં આવે અને આપ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે કે કાયદા સાથે શિક્ષણ જગતમાં પણ અભ્યાસમાં રામ અને રહીમ માનવતાનું પ્રતિક છે, એકતા અને અખંડતાનું પ્રતિક છે, તે આતંક અને હિંસાનું પ્રતિક નથી એવો અભ્યાસ કરાવવામાં આવે તથા સામાજિક કાર્યકરો તથા સામાજિક સંગઠનોએ પણ બહાર નીકળી સેમિનારો અને માનવતાના અભિયાનો શરુ કરવાની જરૂર છે એવી મારી માંગણી છે.

સાથે સાથે જયારે ૨૦૦રની વાત હોય કે એના છે પછીના આવા કોઈ માહોલની વાત હોય તેમાં પણ આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બાકરોલ શૈક્ષણિક ધામ પર ક્યારે પણ આવી ધાર્મિક આતંકવાદની માનસિકતા ના પ્રજામાં કે ના વિદ્યાર્થીઓમાં આવી છે.

પરંતુ આ થોડાક સમયથી રાજકીય એજન્ડા હવે શિક્ષણમાં અને વિદ્યાર્થીઓમાં પણ પ્રસરી રહ્યો છે જેના કારણે રામ અને રહીમ બંનેમાં માનતા હોય એવા વિદ્યાર્થીઓ જો આ નામને આતંકી વિચારધારા સાથે જોડશે તો આવનારા દિવસોમાં ભારત એક ધાર્મિક કટોકટી બાજુ આગળ વધી રહ્યો હોય એવું સાબિત થશે. આ તમામ બાબતે આપ એક પરિપત્ર જાહેર કરી શૈક્ષણીક સંસ્થાઓમાં જે ધાર્મિક ઉન્માદ જોવા મળી રહ્યો છે તેના પર અંકુશ મૂકી શૈક્ષણીક સંસ્થાઓમાં ફક્ત શિક્ષણ જ સર્વોપરી રહે તથા ભાઈચારો તથા અમન શાંતિ જળવાય તેવા સનિષ્ઠ પ્રયાસો થાય તેવી સુચના આપો એવી અમારી માંગણી છે.

Other News : ગેંગસ્ટર અતીકની હત્યા બાદ પ્રયાગરાજમાં કલમ ૧૪૪ લાગુ : પીએસી અને આરપીએફ ફોર્સ મોકલાઈ

Related posts

આઈપીએલ મેચોને લઈ આણંદ પંથકમાં સટ્ટા બજાર ગરમ : બુકીઓએ સરસંધાન કર્યા તો પોલીસ એકશનમાં…

Charotar Sandesh

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ક્યાં પડશે વરસાદ…?

Charotar Sandesh