Charotar Sandesh
આર્ટિકલ ગુજરાત દક્ષિણ ગુજરાત ધર્મ ભક્તિ

પંચકોશી નર્મદા પરિક્રમા : ઉત્તર વાહિની પરિક્રમા શું છે ? ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ શું છે ?

નર્મદા પરિક્રમા

પંચકોશી નર્મદા પરિક્રમા : એક આધ્યાત્મિક યાત્રા

આ પરિક્રમા રામપુરા રણછોડરાય મંદિરથી શરૂ કરી ફરી ત્યાં પહોંચવાથી પૂર્ણ થાય છે. ખાવા પીવાની કોઈ કમી નથી હોતી, સેવાભાવી લોકો ,ધાર્મિક સંગઠનના સેવા ભાવિ લોકો દ્વારા ખાવા ની સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આરામ કરવા અને નાહવા માટે ની પણ વ્યવસ્થા ખૂબ સારી છે, આજુબાજુ ઘણા આશ્રમો માં જોવા આ સગવડતા છે. પરિક્રમા ના માર્ગ પર પ્રાથમિક આરોગ્ય માટે મેડિકલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પરિક્રમાના રસ્તા માં સનાતની મિત્રો પ્રેમ થી હાથ પકડી ને ઠંડુ પાણી, ચા, નાસ્તો, ફ્રૂટ, સરબત વગેરે ની પ્રસાદી લેવા નો આગ્રહ કરે છે. પરિક્રમા માર્ગમાં કુદરતી સાનિધ્ય માણતા માણતા આનંદ અને શ્રદ્ધા સાથે નાના બાળકો, યુવાનો, વડીલો સૌ કોઈ આ પરિક્રમા કરે છે.

ઉત્તર વાહિની પરિક્રમા શું છે ?

પતિત પાવની,જગત તારિણી, માં નર્મદા જે સ્થાન પર ઉતર દિશામાં વેહતી હોય તે ક્ષેત્ર ને ઉત્તરવાહિની ક્ષેત્ર કેહવાય છે.

ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા નું મહત્વ શું છે ?

સ્કંદ પુરાણ, મત્સ્ય પુરાણ, વાયુ પુરાણ, પદ્મ પુરાણ, અને ભૃગુ સંહિતા માં વર્ણિત રેવા ખંડ ના શ્ર્લોકમાં વર્ણન આવે છે કે માર્કંડેય મુનીએ યુધિષ્ઠીર સહીત પાંડવો અને દેવતાઓ ને ઉત્તર દિશાની પ્રવાહિત થતી નર્મદાના સ્થાનનું મહત્વ કહે છે. કે ચૈત્ર માંસ માં ઉત્તર વાહિની માં નર્મદા કી પરિક્રમા કરવાથી સંપૂર્ણ પરિક્રમા નું ફળ પ્રાપ્ત થાય છે.

“ત્વદિચિ નર્મદા યત્ર, પ્રતિચી યત્ર જાહ્નવી | દોત્ર ગચ્છન્ત કો શ્રેષ્ઠ, પ્રાચીયન સરસ્વતી ||”

અર્થાત “ જ્યાં નર્મદા ઉત્તર વાહિની, ગંગા પશ્ચિમ વાહિની અને સસ્વતી પૂર્વ વાહિની હોય તે ક્ષેત્ર ધર્મ પરાયણ હોય છે.

માં નર્મદા ઉત્તર વાહિની ક્યાં ક્યાં વહે છે ???

માં નર્મદા નું ઉદગમ સ્થાન અમરકંટક થી સાગર માં ભળે ત્યાં સુધી ઘણી જગ્યા એ ઉત્તર દિશા તરફ પ્રવાહીત થાય છે, પરંતુ જે જે સ્થાન પર વિશેષ યજ્ઞ, અનુષ્ઠાન અથવા તપ થયા હોય ત્યાં માં નર્મદા બે કોશ થી વધુ ઉત્તરવાહિની વહે છે અને તે ક્ષેત્ર નું વિશેષ મહત્વ કહ્યું છે.
(૧) મહીસ્મતી નગર જ્યાં વ્યાસ નારાયણ મંદિર અને માં સરસ્વતી પસ્ત્રતંવન તીર્થ થી ધાધી સ્થાન સુધી કુલ ૨૦ કિમી ઉત્તર દિશામાં વહે છે અને ત્યાર પછી તરત જ તેનો પ્રવાહ બદલાઈ જાય છે. (આ સ્થાન પ્રચલિત નથી)
(૨) ધારાજી ઓમકારેશ્વર નું ડૂબ ક્ષેત્ર, આ સ્થાન રાજા બલી ની તપસ્યા થી બન્યું છે જે હવે જળમગ્ન થઇ ગયું છે.
(૩) રામપુરા થી તિલકવાડા ક્ષેત્ર – જ્યાં ૯ કિમી સુધી માં નર્મદા ઉત્તર વાહિની વહે છે, આ પરિક્રમા ની આસપાસ પૌરાણિક તીર્થ મળીને ૧૮ થી ૨૧ કિમી સુધી ની પરિક્રમા છે, અને અહી સૌથી વધુ શ્રદ્ધાળુઓ ઉત્તર વાહિની પરિક્રમા કરે છે.

નર્મદા જિલ્લામાં આવેલ ઉત્તર વાહિની નર્મદા નદી કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી ભાવિક ભક્તો કરે છે. નર્મદા નદી ની પૂરેપૂરી પરિક્રમા દરેક લોકો નથી કરી શકતા નથી કારણકે આ પરિક્રમા પગપાળા કરતા 3 વર્ષ,13 માસ,13 દિવસ જેટલો સમય લાગે છે.જેમાં દુર્ગમ ગણાતી પંચકોશી પરિક્રમા લગભગ 19 કી.મી જેટલી છે અને માંડ 5 થી 6 કલાક માં જ પૂર્ણ થઈ જતી હોય છે જેનું અનેરું મહત્વ છે. પરિક્રમાવાસી ઓ માટે નર્મદા કિનારે આવેલ આશ્રમો માં અનનશ્રેત્ર અને રાતવાસોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.પરિક્રમા માં જોડાતા પરિક્રમા વાસિઓ માટે વિસામોથી માંડી ભોજન,ચા પાણીની નીશ્વાર્થ ભાવે સેવા કરવામાં આવતી હોય છે.

પરિક્રમા કેવી રીતે શરૂ કરવી :

નર્મદા ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા રામપુરા માં આવેલ કીડી મકોડી ઘાટથી શરૂ થઈ રામપુરા ધનેશ્વર મહાદેવના દર્શન કરી માંગરોળ, ગુવાર થઈ નદી પાર કરી નાવડીમાં બેસી તિલકવાડા ઘાટે જવાનું હોય છે. જેમાં ચાર નદીઓના સંગમની પણ પરિક્રમા થાય છે. નર્મદા, સરસ્વતી, જમુના, ગંગા નદીના સંગમ પાર કરી મણીનાગેશ્વર મહાદેવના દર્શન કરી આગળ વધતા વાગણ ગામે કપિલેશ્વર મહાદેવ, જ્યાંથી રેગણ કામનાથ મહાદેવ થઈ સાજરોજ ઘાટે પહોંચી કીડી મકોડી ઘાટ સામે કિનારે નાવડી દ્વારા પરત આવવું. આ પંચકોશી પરિક્રમા હજારો વર્ષ પહેલા માર્કંડ નામના ઋષિ એ શરૂ કરી હતી. નર્મદા પુરાણ માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 26 કલ્પમાંથી 7 કલ્પ ગુપ્ત છે. 14 કલ્પોનું વર્ણન કરેલ છે. જેમાં આ પંચકોશી પરિક્રમાનું વર્ણન અને તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઋષિ મુનિઓ કહે છે કે ધનેશ્વર મહાદેવના દર્શન કરવાના રહી જાય તો આ પરિક્રમા અધૂરી ગણાય છે.

નોંધ : પરિક્રમા દરમ્યાન નદીના કિનારે ખાલી પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિક બેગ કે અન્ય કોઈ કચરો નાખવો નહિ કે કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહિ.

જય નર્મદા મૈયા… જય હરિ…

મયુરભાઈ જોશી – M. 95107 02473

Other Article : ગેંગસ્ટર અતીકની હત્યા બાદ પ્રયાગરાજમાં કલમ ૧૪૪ લાગુ : પીએસી અને આરપીએફ ફોર્સ મોકલાઈ

Related posts

કોરોનાનો કહેર વધ્યો : રાજ્યમાં આજે ૭૦૦૦થી વધુ કેસો : આણંદ જિલ્લામાં નવા ૭૬ કેસો…

Charotar Sandesh

વેતનના પડતર પ્રશ્નો અંગે એલઆઇસીના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે…

Charotar Sandesh

કોરોના મહામારી : ગીતા રબારીએ જ્યાં ડાયરો કર્યો ત્યાં નોંધાઇ પોલીસ ફરિયાદ…

Charotar Sandesh