Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના પીએસઆઈની શારિરીક કસોટીમાં નાપાસ થયેલ યુવાનોને પાસ કરાવવાનું પણ કૌભાંડ !

PSI અને લોક રક્ષક

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સરકારી ભરતીમાં કૌભાંડ સામે આવી રહ્યું છે

ગાંધીનગર : ગુજરાતમાં PSI અને લોક રક્ષક દળ ભરતી માટે શારીરિક કસોટી લેવાઇ હતી. જેમાં શારીરિક કસોટી માટેના કોલ લેટરમાં છેડછાડ કરનારા ૫ ઉમેદવારો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ખુદ ભરતી બોર્ડના અધ્યક્ષ આઈ.પી.એસ હસમુખ પટેલે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી.

કોલલેટરના સમયમાં છેડછાડ કરી ફેરફાર કરી સુરેન્દ્રનગર મેદાન પર શારીરિક કસોટી આપવા આવનાર પાંચ ઉમેદવારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.ગાંધીનગરથી વધુ એક કૌભાંડની આશંકા સામે આવી છે. જેમાં PSIની શારિરીક કસોટીમાં છબરડા જોવા મળ્યા છે. તેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. તથા ઉમેદવારોનો ભરતી મામલે આરોપ છે.

ઉલ્લેખનિય છે કે ગ્રાઉન્ડ પર પાસ થયેલા ઉમેદવાર ઓનલાઇન નાપાસ થયા છે. તથા કેટલાક ઉમેદવારોની કેટેગરી પણ બદલાઈ છે. તેમજ કેટલાક પુરુષોના નામની પાછળ બેન લખાયું છે. સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ પર ચાલતી એલ.આર.ડી અને પી.એસ.આઈ ભરતીની શારીરિક પરીક્ષામાં ગેરરીતીના મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.

જેમાં શહેરના એ ડિવિઝન પોલીસે ઉમેદવારોના પરીક્ષાના કોલ લેટરમાં છેડછાડ કરનાર છ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તેમ આ કેસમાં મદદગારી કરનાર શખ્સ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હોવાનું અને તેને ૧૦ રૂપિયામાં જ કોલ લેટરમાં છેડછાડ કર્યા હોવાનું કબુલ્યું હતુ.

પ્રાઈવેટ સેક્ટરની વધતી જતી લોકપ્રિયતા છતાં પણ યુવાઓની પ્રથમ પસંદ સરકારી નોકરી જ છે. સરકારી નોકરી માટે ઉમેદવારો આકરી મહેનત કરે છે અને સફળ થવા માટે શક્ય તમામ પ્રયત્નો કરે છે. જો કે કેટલાક ઉમેદવારો એવા પણ હોય છે, જેઓ સરકારી નોકરી મેળવવા માટે ગમે તે હદ વટાવી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

Other News : મહત્વનો નિર્ણય : પૂનમમાં મંદિરોમાં ભીડ ના થાય તે માટે ગુજરાતના તમામ મોટા મંદિરો બંધ રહેશે

Related posts

ભારતમાં આજે આતંકવાદ નથી એ વડાપ્રધાન મોદીને આભારી : રક્ષા મંત્રી રાજનાથસિંહ

Charotar Sandesh

વડોદરામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરી ૧૫ કિલો અખાદ્ય તેલનો નાશ કર્યો…

Charotar Sandesh

વડોદરામાં ૧૫ પોલીસ તાલીમાર્થીઓને થઈ કોરોના વેક્સિનની આડઅસર…

Charotar Sandesh