Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં સાતેય મતદાર વિભાગના કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા

ઉમેદવારી પત્રો

આણંદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભાની બેઠકો માટે તા. ૧૦/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ હતી.

જે અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાના આજના છેલ્લા દિવસે તા. ૧૭/૧૧/૨૦૨૨ ને ગુરૂવારના રોજ જિલ્લાની વિધાનસભાની ૭ બેઠકો ઉપર ૬૧ ઉમેદવારોના કુલ મળી ૮૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા

જે પૈકી ૧૧૨-આણંદ વિધાનસભા બેઠક પર ગુરૂવારના રોજ ૬ ઉમેદવારોએ કુલ ૭ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતલાલ સેડલીયાએ ૨ ઉમેદવારી પત્રો, લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે ગણપતભાઇ જેસંગભાઇ વાઘરીએ ૧ ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રતિમાબેન શૈલેશભાઇ પરમારે ૧ ઉમેદવારી પત્ર, તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે સર્ફરાજ હુસેનખાન પઠાણ, જતીનકુમાર દિનેશચંદ્ર દવે અને જશવંતભાઇ દેવાભાઇ સોલંકીએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

૧૦૮-ખંભાત વિધાનસભા બેઠક પર ગુરૂવારના રોજ ૮ ઉમેદવારોએ કુલ ૯ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠક પર ગુરૂવારના રોજ ૧૦ ઉમેદવારોએ કુલ ૧૧ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

૧૧૦-આંકલાવ વિધાનસભા બેઠક પર ગુરૂવારના રોજ ૧૦ ઉમેદવારોએ કુલ ૧૭ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

વંતભાઇ દેવાભાઇ સોલંકીએ ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

૧૧૩-પેટલાદ વિધાનસભા બેઠક પર ગુરૂવારના રોજ ૧૧ ઉમેદવારોએ કુલ ૧૬ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

૧૧૪-સોજીત્રા વિધાનસભા બેઠક પર ગુરૂવારના રોજ ૮ ઉમેદવારોએ કુલ ૧૦ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

ઇ રઝાકભાઇ વહોરા અને મનુભાઇ જેઠાભાઇ વણકારે ૧-૧ ઉમેદવારી પત્ર ભરી ઉમેવારી નોંધાવી હતી.

નોંધનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ દિવસથી એટલે કે, તા. ૧૦-૧૧-૨૦૨૨ ના દિન થી તા. ૧૬-૧૧-૨૦૨૨ સુધીમાં કુલ ૭૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. તેની સાથે આજના છેલ્લા દિવસે તા. ૧૭-૧૧-૨૦૨૨ ના રોજ ભરાયેલા ૮૦ ઉમેદવારી પત્રોને ધ્યાને લેતા આણંદ જિલ્લાની સાતેય બેઠક ઉપર કુલ મળી ૧૫૪ ઉમેદવારીપત્રો ભરાયા છે.

Other News : ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત આ અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે, જુઓ

Related posts

લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : શિક્ષાપત્રીના લેખન સ્થળે ખબરપત્રીઓનું બહુમાન…!!

Charotar Sandesh

ખંભાત વિધાનસભા બેઠક પેટા ચૂંટણી માટે ૦૪ ઉમેદવારો : મહિપતસિંહ ચૌહાણ મેદાનમા

Charotar Sandesh

બ્રેકિંગ : વિધાનસભાની ચુંટણીઓ પહેલા ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ, જુઓ વિગત

Charotar Sandesh