Charotar Sandesh
ગુજરાત

રોફ જમાવવા પોલીસ ગાડી જેવી રેડ-બ્લ્યુ લાઈટ લગાવવું યુવકને ભારે પડ્યું : ધરપકડ કરાઈ

રેડ-બ્લ્યુ લાઈટ

અમદાવાદ : અત્યારે યુવાધન અનોખા પેતરા અજમાવી રસ્તા ઉપર રોફ જમાવતા જોવા મળે છે, ત્યારે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વિસ્તારમાં રોફ જમાવવા માટે ગાડી પર લાલ-વાદળી રંગની લાઈટ લગાવીને ફરવું એક યુવકને ભારે પડ્યું.

પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી

પોલીસ દ્વારા યુવકને કારમાંથી ઉતારીને તેની પૂછપરછ કરતા યુવકે જણાવ્યું હતું. તેની પાસે પોલીસે પોતે પોલીસ અધિકારી હોય તો આ અંગેનું ઓળપત્ર માંગ્યું હતું. જોકે તેની પાસેથી કોઈપણ પોલીસ અધિકારીના હોદ્દાનું ઓળખપત્ર મળ્યું નહોતું. જે બાદ પોલીસનો રોફ મારવા કાર પર બ્લ્યુ-રેડ લાઈટ લગાવીને ફરતા ચાલક વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૭૭ તથા ૧૮૮ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટનાની વિગતો મુજબ, નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નિકોલ-કઠવાડા ગામ વચ્ચેના રસ્તામાં વાહન ચેકિંગની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કઠવાડા-સિંગરવા રોડ તરફથી મોડી રાત્રે એક કાર આવી રહી હતી. જેના પર પોલીસ અધિકારીના વાહનો પર લાગતી બ્લુ-રેડ રંગ જેવી ડિજિટલ લાઈટ લગાવેલી હતી. જેથી શંકાના આધારે પોલીસે કારને રોકી હતી.

Other News : કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ : સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા મામલે અમિત ચાવડાનું નિવેદન

Related posts

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ૨૩મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ…

Charotar Sandesh

કોરોના વધતા લોકડાઉનના ભયથી શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા : યુપી-બિહારની ટ્રેનો ખચોખચ ભરાઈ

Charotar Sandesh

વિલે પારલા હરિજન સમાજ પંચાયત તરફથી સમસ્ત હરિજન જ્ઞાતિબંધુઓ દ્વારા જાહેર ભંડારો યોજાશે

Charotar Sandesh