ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર મતદાન થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થશે, ત્યારે ભાજપ પક્ષ સૌથી આગળ ચાલી રહ્યો છે.
સુરતમાં પણ આપનું સુરસૂરિયું થયું…
સુરતમાં આપના કતારગામ બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા અને વરાછા બેઠક ઉપર અલ્પેશ કથરિયાની હાર થઈ
ત્યારે આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા ઈસુદાન ગઢવીની હાર થઈ છે, જ્યારે ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીત થઈ છે. બીજી તરફ સુરતમાં પણ આપનું સુરસૂરિયું થયું છે, જેમાં વરાછા બેઠક ઉપર અલ્પેશ કથરિયાની હાર થઈ છે અને પૂર્વ મંત્રી કાનાણીનો વિજય થયો છે અને કતારગામ બેઠક ઉપર ગોપાલ ઈટાલિયાની પણ હાર થઈ છે.
AAPએ ગુજરાતમાં 1 ખાતું ખોલ્યું, જામજોધપુરમાં AAPના હેમંત ખવાએ bjpના પૂર્વ મંત્રીને હરાવ્યા
ત્યારે બીજી તરફ હાલના સીએમ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક ઉપર ભુપેન્દ્ર પટેલની પ્રચંડ જીત થઈ છે, ત્યારે ઉમેદવાર ભુપેન્દ્ર પટેલે મોટી લીડ સાથે જીત હાંસલ કરી છે, ત્યારે આગામી ૧૧ ડિસેમ્બરે સરકારનું મંત્રીમંડળ નક્કી થશે તેમ માહિતી મળી રહી છે.
Other News : સીએમ ભુપેન્દ્ર પટેલની પ્રચંડ જીત : ઘાટલોડિયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપે જીત હાંસલ કરી