સુરત : શહેરના સીમાડા નાકા વિસ્તારમાં એક કાર્યક્રમ દરમ્યાન આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર કેટલાક અસામાજીક તત્ત્વો દ્વારા લોહિયાળ હુમલો થતા ચકચાર મચી જવા પામી છે, તેઓ સારવારઅર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
આ બાબતે આપના ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપતા ગંભીર આક્ષેપ કરતાં જણાવેલ કે, પ્રદેશ ભાજપ તરફથી સીઆર પાટીલના આદેશ મુજબ ભાજપના તમામ લફંગાઓને હિંસા ઉપર ઉતરી આવવા માટે સૂચન કર્યું છે, જેને લઈ આજે સુરતમાં મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર ભાજપના ગુંડાઓએ હિંસક હુમલો કર્યો છે. ગુજરાતમાં આપના વધતા ગ્રાફથી ડરીને હિંસા ઉપર ભાજપના ગુન્ડાઓ ઉતરી આવ્યા છે, છાશવારે અસામાજીક તત્ત્વો આપ ઉપર હુમલો કરે છે, સુરતમાં ગણેશજીના પંડાલ પાસે કેટલાક લફંગાઓ અચાનક આવી જઈ આ ટોળાએ આપના મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ઉપર હિંસક હુમલો કર્યો છે. ભાજપને આટલી તો શું તકલીફ પડે છે કે હિંસા ઉપર ઉતરી જાય છે. ભાજપના અસામાજીક તત્ત્વો બેફામ બન્યા છે.
ભાજપ સત્તા જવાના ડરના કારણે આવા હુમલાઓ કરાવી રહી છે : ગોપાલ ઈટાલિયા
આ ઘટના બાદ આપના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટિ્વટ કરી જણાવેલ કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી, રાજકારણમાં આપણે જીતતા અને હારતા રહીએ છીએ, પરંતુ હિંસાથી વિપક્ષને કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને લોકોને તે ગમતું નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા અપાવે અને દરેકની સુરક્ષા કરે.
Other News : ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી પર લોહિયાળ હુમલો : સીએમ કેજરીવાલે ટ્વીટ કર્યું