Charotar Sandesh
બોલિવૂડ

અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ૮૩નું ૨૨ ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે

રણવીર સિંહ

મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈમાં PVR ખાતે ૨૨ ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટની ખાસ વાત એ છે કે ૮૩ની આખી ટીમ સાથે ૧૯૮૩ વર્લ્‌ડ કપ જીતનાર તમામ ક્રિકેટર્સ સામેલ થવાના છે. જેના કારણે આ ઈવેન્ટ ખૂબ જ ખાસ બનવાની છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ૮૩નું પ્રીમિયર કરવામાં આવ્યું છે. જ્યાં તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દર્શકોની પ્રતિક્રિયા જોઈને રણવીર સિંહ ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. ફિલ્મના અંતે દર્શકો સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપે છે. આવી પ્રતિક્રિયા જોઈને રણવીર આનંદથી ઉછળે છે અને તાળીઓ વગાડે છે. દર્શકોની આવી પ્રતિક્રિયા જોયા બાદ હવે દરેક લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

કબીર ખાન દ્વારા નિર્દેશિત, ૮૩નું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે

આ ફિલ્મનો પ્લોટ ૧૯૮માં વર્લ્‌ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ પર આધારિત છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આખરે આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ૮૩માં રણવીર અને દીપિકા ઉપરાંત પંકજ ત્રિપાઠી, એમી વિર્ક, હાર્ડી સંધુ, તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જતીન સરના સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે.રણવીર સિંહની ફિલ્મ ૮૩ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે લગ્ન બાદ પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. આ ફિલ્મ કપિલ દેવની બાયોપિક છે. જેમાં રણવીર કપિલ દેવના રોલમાં જોવા મળશે.

કબીર ખાન દ્વારા નિર્દેશિત ૮૩માં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં જોવા મળશે. રણવીર અને દીપિકા આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. રિપોર્ટ્‌સનું માનીએ તો ૮૩નું ૨૨ ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે.

Other News : અભિનેતા વિકી અને કેટરિના હવે કોમર્શિયલ એડમાં સાથે જોવા મળશે

Related posts

કંગનાએ માતા-પિતાની વેક્સિન લઈ રહેલી તસવીર કરી શેર, યુઝર્સે કહ્યુ, કોરોનાથી પણ ખતરનાક તો તુ છે

Charotar Sandesh

ડ્રગ્સ કેસઃ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને જોની લીવરે આપી સુવર્ણ સલાહ

Charotar Sandesh

સૈફ અલી ખાનની આત્મકથા ૨૦૨૧માં પ્રકાશિત થશે…

Charotar Sandesh