Charotar Sandesh
બોલિવૂડ

અભિનેત્રી જયા બચ્ચનનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો : તે ટ્રોલ થયા

જયા બચ્ચન

રાજયસભામાં સાંસદ જયા બચ્ચન ઉશ્કેરાયા : ભાજપના ખરાબ દિવસ આવશે

નવીદિલ્હી : જયા બચ્ચનને નાર્કોટિક્સ બિલ પર બોલતા વચ્ચે જ અટકાવવામાં આવ્યા ત્યારે તેમણે ઉશ્કેરાઈને કહ્યું કે, તમે વાત પણ કરવા દેતા નથી,અમારા લોકોનું ગળું દબાવી દો. જેના પર એક સંસદ સભ્યએ તેના પર અંગત ટિપ્પણી કરી, જે પછી તે વધુ ઉશ્કેરાયેલા જોવા મળ્યા.

તેમણે કહ્યું કે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, તેઓ કોઈ વ્યક્તિ વિશે અંગત ટિપ્પણી કેવી રીતે કરી શકે. તેમણે વધુમા કહ્યુ કે, તમારા જલ્દી ખરાબ દિવસો આવશે, હું શ્રાપ આપુ છું. હવે જયા બચ્ચનના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. JayaBachchan ટિ્‌વટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

લોકો અલગ-અલગ પ્રકારના મીમ્સ શેર કરીને રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ સાથે યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, જયા બચ્ચને ED નો ગુસ્સો રાજ્ય સભામાં ઠાલવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પનામા પેપર્સ મામલે EDએ ૬ કલાક સુધી ઐશ્વર્યા બચ્ચનની પુછપરછ કરી હતી.સંસદમાં સોમવારે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) બિલ ૨૦૨૧ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન જયા બચ્ચનનો ઉગ્ર ગુસ્સો જોવા મળ્યો હતો. તેમનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેમણે સરકારને શ્રાપ આપી દીધો. તેમણે સાંસદોને કહ્યું કે, જો તમે આવું વલણ રાખશો તો તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવશે.

Other News : કોરોના અને ઓમિક્રોનના કેસ મુદ્દે ભારતે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ : ડો. ગુલેરિયા

Related posts

ફિલ્મ ‘મુંબઈ સાગા’ અને ‘લુડો’ નો ફર્સ્ટ લુક રિલીઝ…

Charotar Sandesh

અક્ષયકુમાર અને ડિમ્પલ કાપડિયા સ્ક્રીન પર રોમાન્સ કરતા કરતા રહી ગયા…

Charotar Sandesh

સલમાન ખાને લીલાવતી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો…

Charotar Sandesh