Charotar Sandesh
બોલિવૂડ

સોશિયલ મિડીયામાં પોતાના નિવેદન બાદ અભિનેત્રી કંગના રનૌતને મારી નાખવાની ધમકી મળી

એકટ્રેસ કંગના રનૌત

મુંબઈ : દેશની વિરોધ ષડ્યંત્ર કરનારા લોકો અને આતંકીની સામે હું બોલતી રહીશ. લોકતંત્ર આપણા દેશની સૌથી મોટી શક્તિ છે. કોઈ પણ પાર્ટીની સરકાર હોય પણ દેશની અખંડતા, એકતા, નાગરિકોના મૂળભૂત અધિકારોનું સંવિધાનમાં જણાવવામાં આવ્યું છે. મેં ધમકી આપનારા સામે ફરિયાદ નોંધાવી છે. પંજાબ સરકાર પણ જલ્દી કાર્યવાહી કરશે એવોમને વિશ્વાસ છે, એમ કંગનાએ વધુમાં જણાવ્યું હતું.

બોલીવૂડ એકટ્રેસ કંગના રનૌત ફિલ્મો સિવાય વિવાદાસ્પદ નિવેદનના લીધે ચર્ચામાં છે. ઘણી વખત પોતાના નિવેદનના લીધે કંગનાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અભિનેત્રી સામે કેસ પણ નોંધાયેલા છે. બીજી તરફ હવે કંગનાને મારી નાખવાની ધમકી મળતા ચકચાર જામી છે. આબાબતની જાણ અભિનેત્રીએ તેની પોસ્ટ દ્વારા કરી છે.

તેણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ મામલામાં મેં એફઆઇઆર નોંધાવી છે, આ ઉપરાંત સોનિયા ગાંધીની અપીલ કરી છે કે તેઓ પંજાબના મુખ્ય મંત્રીને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપે

જાણીતી એક્ટ્રેસ કંગનાએ તેની પોસ્ટમાં કહ્યું હતું કે ’મુંબઈમાં આતંકી હુમલાના શહીદને યાદ કરતા મેં જણાવ્યું હતું કે ગદ્દારોને ક્યારે માફ ન કરવા અને ભૂલવા પણ ન જોઈએ. આ પ્રકારની ઘટનામાં દેશની અંદરના દેશદ્રોહી ગદ્દારોનો હાથ હોય છે. દેશદ્રોહી ગદ્દારોએ પૈસા, પદ, સત્તાની લાલચમાં ભારતને બદનામ કરવાની એક પણ તક છોડી નથી. દેશ વિરોધીને મદદ કરતા રહ્યા છે. મારી આ પોસ્ટ બાદ મને સતત ધમકી મળી રહી છે. બઠિંડાના એક ભાઈએ મારી નાખવાની ધમકી આપી છે. પણ હું આવી ધમકીથી ગભરાતી નથી.

Other News : અભિનેત્રી યામી ગૌતમે પોતાનો જન્મદિવસ પતિ સાથે સેલિબ્રેશન કર્યું

Related posts

સલમાન-જેકલિનનું ’તેરે બિના’ ૨૦ મિલિયન વ્યુઅર સાથે બન્યુ સિઝનનું રૉમેન્ટિક સોન્ગ…

Charotar Sandesh

૨૦૨૦માં મોસ્ટ સર્ચ સેલિબ્રિટીમાં સુશાંત રાજપૂત ટોચ પર, રિયા રહી ત્રીજા ક્રમે…

Charotar Sandesh

ભારતના મુસ્લિમોને મસ્જિદની નહીં, શાળાની જરૂર છે : સલીમ ખાન

Charotar Sandesh