Charotar Sandesh
ઈન્ડિયા

અદાણી પોર્ટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કર્યું

અદાણી પોર્ટે

અદાણીના મુંદ્રા પોર્ટથી ડ્રગ્સ પકડાયા બાદ કંપનીએ એક એડવાઇઝરી બહાર પાડી

મુંબઇ : સપ્ટેમ્બરમાં કચ્છના મુન્દ્રામાં આવેલા અદાણી ગ્રૂપના અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (અદાણી પોર્ટ)માંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગની રેડમાં અફઘાનિસ્તાનથી આવેલા ૨ કન્ટેનરમાંથી આશરે ૩૦૦૦ કિલો ડ્રગ્સ પકડાયા બાદ આજે ૧૧ ઓક્ટોબરે અદાણી પોર્ટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એક એડવાઇઝરી બહાર પાડી આ બાબતે પોતાના કસ્ટમર્સને જાણ કરી હતી.

ટ્રેડ એડવાઇઝરીમાં અદાણી પોર્ટ્‌સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુબ્રત ત્રિપાઠીએ જણાવ્યું છે કે, ૧૫ નવેમ્બરથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કોઈપણ કાર્ગોનું હેન્ડલિંગ અદાણી પોર્ટ પર કરવામાં આવશે નહીં. આ સાથે કંપની દ્વારા સંચાલિત અન્ય થર્ડ પાર્ટી ટર્મિનલ્સ પર પણ આ દેશોથી આવતા શીપમેન્ટનું હેન્ડલ કરવામાં આવશે નહીં.

કંપનીએ જે ટ્રેડ એડવાઇઝરી જાહેર કરી છે તેમાં આ ત્રણ દેશોમાંથી કાર્ગો હેન્ડલિંગ સર્વિસ બંધ કેમ કરવામાં આવી છે તે અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જાણકારો માને છે કે કચ્છમાં અદાણીના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયા બાદ કંપની સવાલોના ઘેરામાં આવી ગઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ આ વાત ઊછળી હતી. તેના કારણે આ નિર્ણય લેવાયો હોય શકે છે. ત્યારબાદ અદાણી ગ્રુપે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે કાયદો ભારત સરકારના કસ્ટમ્સ અને DRI જેવા સક્ષમ અધિકારીઓને ગેરકાયદેસર કાર્ગો ખોલવા, તપાસવા અને જપ્ત કરવાની સત્તા આપે છે. દેશભરમાં કોઈ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ કરી શકતું નથી. તેમની ભૂમિકા બંદર ચલાવવા સુધી મર્યાદિત છે.

અદાણી પોર્ટ્‌સ ભારતનું સૌથી મોટું કોમર્શિયલ બંદરોનું ઓપરેટર છે જે દેશમાં કાર્ગોની હેરફેરમાં લગભગ ૨૫% હિસ્સો ધરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાના સાત દરિયાઇ રાજ્યોમાં ૧૩ સ્થાનિક બંદરો પર કંપની સંચાલન કરે છે.

Other News : લગ્ન માટે ધર્મ પરિવર્તન કરતા હિંદુઓ ભૂલ કરી રહ્યા છે : મોહન ભાગવત

Related posts

૧૨ રાજ્યોમાં ભયાનક ઠંડી : થરથર કાંપતા લોકો : અનેકના મોત…

Charotar Sandesh

ભારત માટે કોરોના પડકાર : આર્મી જવાન વાયરસની ચપેટમાં…

Charotar Sandesh

રામ મંદિરના ઉદ્‌ઘાટનમાં અમેરિકા, બ્રિટન અને આફ્રિકા સહિત ૫૩ દેશોના ૧૦૦થી વધુ વિદેશી મહેમાનો હાજરી આપશે

Charotar Sandesh