Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હર ઘર તિરંગા લહેરાવ્યા બાદ તેને સન્માનજનક ઉતારી સરકારી કચેરીમાં જમા કરાવવા અપીલ

હર ઘર તિરંગા

Anand : દેશની આઝાદી ના ૭૫માં અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તથા દેશની પ્રજામાં રાષ્ટ્રીયભાવના પ્રજવલિત રહે તેવા આશયથી વડાપ્રધાન મોદી દ્વારા હર ઘર તિરંગા (har ghar tiranga) લહેરાવાની અપીલનું અનુસરણ કરવામાં આવ્યાબાદ તિરંગાનું સન્માન જળવાઇ રહે તે હેતુથી તિરંગા ને વિવિધ સરકારી કચેરી સ્થળે જમા કરવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી દ્વારા દેશની આઝાદીના ૭૫મા વર્ષના અમૃતમહોત્સવ ની ઉજવણી સાથે રાષ્ટ્રીયભાવના પ્રજવલિત રહે તેવા આશયથી ગત ૧૩થી૧૫સુધી હર ઘર તિરંગા (har ghar tiranga) લહેરાવાની અપીલ કરવામાં આવી હતી.

જેને અત્રે ભવ્ય પ્રતિસાદ મળવા પામ્યો હતો. પરંતુ બાદમાં પણ તિરંગા લહેરાવા પામતા તેનું સન્માન જળવાઇ રહે તેવા આશયથી તંત્ર દ્વારા વિવિધ સરકારી કચેરી ખાતે બીલ ઉભા કરી તિરંગાને જમા કરાવવા નુ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

જે પૈકી જીલ્લા પોલીસ વડા કચેરી સ્થળે બોક્ષ ઉભા કરવામાં આવ્યા છે

જેથી પર સ્થળે લહેરાતા તિરંગાને સન્માનજનક ઉતારી તેની ગરીમા જાળવી બોક્ષ સ્થળે જમા કરાવવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Other News : આગામી વિધાનસભાની ચુંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આણંદમાં સિવિલ બનાવવા મુદ્દે નેતાઓ ચૂપ !?

Related posts

આણંદ જિલ્લામાં સૌપ્રથમવાર પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજાયો : ૨૮ જેટલાં વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યું…

Charotar Sandesh

રાજ્ય શિક્ષક સંઘ દ્વારા “કાયઝાલા” એપ નો બહિષ્કાર કરવા આદેશ…

Charotar Sandesh

આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૬,૫૧૨ કેસોનો સુખદ નિકાલ

Charotar Sandesh