Charotar Sandesh
બોલિવૂડ

ડ્રગ કેસમાં આર્યનની ધરપકડ થતાં સલમાન ખાને શાહરુખ ખાન સાથે મુલાકાત કરી

સલમાન ખાન

મુંબઇ : નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની મુંબઈમાં ક્રૂઝ પર રેવ પાર્ટી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આર્યન ખાનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને પછી એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આર્યન ખાનની સાથે સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આર્યન ખાનની ધરપકડ થયા પછી રવિવારની રાતે શાહરુખ ખાનના ઘર મન્નત પર સલમાન ખાન પહોંચ્યો હતો

માનવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાનનો મિત્ર સલમાન ખાન તેને મળવા માટે પહોંચ્યો હતો. સલમાન ખાન મન્નતમાં લગભગ ૪૦ મિનિટ રોકાયો હતો અને શાહરુખ ખાનને મુશ્કેલીની ઘડીમાં સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પહેલા સુનીલ શેટ્ટી, પૂજા ભટ્ટ અને સુચિત્રા કૃષ્ણમૂર્તિએ શાહરુખ ખાનને ખુલીને સપોર્ટ કર્યો હતો.

પૂજા ભટ્ટે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું છે કે, શાહરુખ ખાન હું તમારી સાથે છું. એવુ નથી કે તમને જરુર છે, પરંતુ હું તમારી સાથે છું. આ સમય પણ પસાર થઈ જશે. સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું કે, એ તમામ લોકો જે બોલિવૂડ પર નિશાન સાધી રહ્યા છે, ફિલ્મી સિતારાઓ વિરુદ્ધ કરવામાં આવેલી એનસીબીની રેડ યાદ છે? કંઈ નહોતુ મળ્યું. કશું સાબિત પણ નથી થયું. બોલિવૂડને એક તમાશો બનાવી દેવામાં આવ્યો છે.

Related News : NCB Raid : બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની અટકાયત

Related posts

‘સત્તે પે સત્તા’ની રિમેકમાં શાહરૂખ-કેટરીના નહિ ચમકે

Charotar Sandesh

પ્રિયંકા ચોપરાએ માતા સાથે યુકેમાં કોરોના પ્રોટોકોલ તોડતા પહોંચી પોલીસ…

Charotar Sandesh

જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ નેટફ્લિક્સ પર થશે રિલીઝ

Charotar Sandesh