Charotar Sandesh
સ્પોર્ટ્સ

IPL2022 માં અમદાવાદ અને લખનૌ ટીમની એન્ટ્રી થશે : સત્તાવાર જાહેરાત કરાઈ

અમદાવાદ અને લખનૌ ટીમ

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ની વધુ બે નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને ૭,૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે ૫,૧૬૬ કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

આ ઉપરાંત બીજી ટીમની હરાજીમાં લંડનની કંપની CVC એ પાંચ હજાર કરોડથી વધુની બોલી લગાવી બાજી મારી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓને અમદાવાદ ટીમની માલિકી હાંસલ થઈ છે. એવું પણ જાણવા મળે છે કે અમદાવાદ ટીમને ખરીદવા માટે ફેવરિટ ગણાતા અદાણી ગ્રૂપ ની બોલી ૧૦૦ કરોડ ની ટુંકી પડી હતી. ઉલ્લેખનીય છે કે “ગોએન્કા ગ્રુપ”ની ટીમ આ પહેલા “રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ” તરીકે બે વર્ષ માટે આઇપીએલમાં રમી ચુકી છે અને તેનું નેતૃત્વ મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું હતું.

આ હરાજીમાં દિગ્ગજ ગણાતી ૨૦ જેટલી કંપનીએ ભાગ લીધો હતો

જેમાં મેન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ કલબ, અદાણી ગ્રુપ સહિતના સામેલ છે. જો કે આ બંને ગ્રુપ ટોપ-૨માં પણ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Other News : ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પરિણામને ફેરવી નાખશે તેવી શશી થરૂરે આશા વ્યકત કરી

Related posts

સીએસકેથી સારી ટીમ અને ધોનીથી બેસ્ટ કોઇ કેપ્ટન હોઈ ન શકે : પીયુષ ચાવલા

Charotar Sandesh

બૉક્સિંગ ડે ટેસ્ટ : ભારતનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઠ વિકેટે વિજય…

Charotar Sandesh

સ્મિથ, વોર્નરે ‘જાડી ચામડીના’ બનવું પડશે : બ્રેટ લી

Charotar Sandesh