Charotar Sandesh
ઈન્ડિયા

Alert : દિલ્હીમાં પાકિસ્તાની આતંકી ઝડપાયો છે, તહેવારોમાં હુમલો કરવાનું ષડયંત્ર હતું

દિલ્હી પોલીસ

નવીદિલ્હી : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને એક સફળતા મળી છે. પોલીસના સ્પેશિયલ સેલની ટીમે દિલ્હીથી પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આતંકી પાકિસ્તાની મૂળનો છે. આઈએસઆઈએ દિલ્હી સહિત ભારતમાં હુમલા માટે ટ્રેંડ કર્યુ હતુ. પોલીસે તેની પાસેથી એકે-૪૭ હથિયાર, હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કર્યુ હતુ કે આઈએસઆઈ દિલ્હીમાં વિસ્ફોટ કરી શકે છે

આ આતંકીને પૂર્વ દિલ્હીમાં લક્ષ્મીનગરના રમેશ પાર્કમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તે નકલી ઓળખપત્રના આધારે દિલ્હીમાં અલી અહમદ નૂરીના નામથી રહી રહ્યો હતો. નકલી દસ્તાવેજોના આધાર પર તેણે શાસ્ત્રી પાર્કથી એક એડ્રેસ પર તેણે ભારતીય ઓળખપત્ર બનાવ્યું હતુ. જેમાં તેનું નામ અલી અહમદ નૂરી છે.

તેણે આપેલી માહિતીના આધારે કાલિંદી કુંજના યમુના ઘાટથી એક એકે-૪૭, ૬૦ કારતૂસ, એક હેન્ડ ગ્રેનેડ, ૨ પિસ્તોલ અને તેના ૫૦ કારતૂસ મળ્યા છે. તુર્કમાન ગેટથી તેનો એક બનાવટી પાસપોર્ટ મળ્યો છે. તે દિલ્હીમાં તહેવારોમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો. હાલમાં શંકાસ્પદ આતંકી સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ સૂત્રોના જણાવ્યાનુંસાર આતંકી દિલ્હીના ૬ કે વિસ્તારમાં પણ રહી ચૂક્યો હતો. સ્પેશિયલ સેલના અધિકારી તેની પાસેથી દિલ્હી-૬ના વિસ્તારને સંપૂર્ણ જાણકારી ભેગી કરી રહ્યા છે જેતી આતંકી અશરફ કેટલી વાર દિલ્હી ૬ તરફ ગયો, શું હાલમાં તેની મૂવમેન્ટ ત્યાં હતી અને ત્યાં તે કોઈના સંપર્કમાં હતો તેની જાણકારી ભેગી કરી રહ્યા છે.

Other News : વેક્સિન બધાને ફ્રીમાં મળી રહી છે, તેના પૈસા ક્યાંથી આવશે,આથી ભાવ વધારો : ભાજપના મંત્રીનો બફાટ

Related posts

કોટાની સાથે જોધપુરમાં એક મહિનામાં ૧૪૬ અને બીકાનેરમાં ૧૬૨ બાળકોના મોત…

Charotar Sandesh

અનલોક-૨માં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ આજે ૨૨ હજાર કોરોનાના કેસ નોંધાયા…

Charotar Sandesh

કોરોના સંકટ : ભારતમાં ૩૧ જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ…

Charotar Sandesh