Charotar Sandesh
ઈન્ડિયા

ભારત આવતા તમામ પ્રવાસીઓને નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત રજુ કરવો પડશે, વાંચો વિગત

નવી ગાઈડલાઈન

આ સાથે આંશિક રસીકરણ થયું હોય તેવા મુસાફરોને ૭ દિવસ હોમ કોરેન્ટાઈન થવું પડશે

ન્યુ દિલ્હી : કોરોનાનો કહેર બહારના કેટલાક દેશોમાં યથાવત રહ્યો છે અને પોઝીટીવ કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે જે મુજબ વિદેશથી આવતા તમામ મુસાફરોએ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ રજૂ કરવો પડશે. આ રિપોર્ટ ટ્રાવેલના ૭૨ કલાક પૂર્વે કરાવેલો હોવો જોઈએ. ભારત સાથે પરસ્પર કરાર ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોએ કોરોના વેક્સિનના બે ડોઝી લીધા હશે તેમને એરપોર્ટ છોડવાની મંજૂર આપવામાં આવશે પરંતુ તેમણે ૨૫ ઓક્ટોબરથી હોમ ક્વોરન્ટાઈન થવું પડશે તેમજ પોતાનું પરીક્ષણ પણ કરાવવું પડશે. એક સપ્તાહ સુધી વિદેશથી આવેલા મુસાફરોએ પોતાના આરોગ્યની સ્વ-ચકાસણી કરવાની રહેશે.

Other News : Record : કોરોના જંગમાં ભારતની અનોખી સિદ્ધિ : રસીકરણના ડોઝ ૧૦૦ કરોડને પાર

Related posts

આકરા ઉનાળા માટે તૈયાર રહેજો : માર્ચ-એપ્રિલમાં સામાન્ય કરતા વધુ ગરમીની આગાહી…

Charotar Sandesh

દુનિયામાં કોરોનાના નવા ‘રહસ્યમય વેરિઅન્ટ લેમડા’ના કેસોમાં ચિંતાજનક વધારો

Charotar Sandesh

ધનિક ગૌતમ અદાણીને મોટું નુકસાન : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિમાં ત્રીજા ક્રમે પહોંચ્યા…

Charotar Sandesh