Charotar Sandesh
ગુજરાત

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો-નગરોમાં યોજાશે “સાંસ્કૃતિક અમૃત યાત્રા”

આઝાદીના અમૃત મહોત્સવ

૧૨૫ થી પણ વધુ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ ના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી તૈયાર થયેલો અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે

અમદાવાદ : સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત ના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિત ના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓ ને મલ્ટી મીડિયા ના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

પહેલાં ચરણ માં આ કાર્યક્રમ આગામી તારીખ ૨૩ માર્ચે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ મંદિર સામે, સોમનાથ, તારીખ ૨૪ માર્ચે , એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ, ઓડીટોરીયમ ની પાછળ, મોતીબાગ, જુનાગઢ ખાતે યોજાશે. આ સમગ્ર આયોજન માં નામી કલાકારો સાથે સ્થાનિક કલાકારો પણ પોતાની પ્રસ્તુતી કરશે.

આઝાદીના વિવિધ પ્રસંગો માંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક – દિગ્દર્શક શ્રી નિસર્ગ ત્રીવેદી એ , એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શન ની બેવડી જવાબદારી સંભાળી છે.

રાજ્ય કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ ગત ૩૦ ડીસેમ્બરે અમદાવાદથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરાવેલો હવે જીલ્લા કક્ષાના કાર્યક્રમો નો પ્રારંભ તારીખ ૨૩ માર્ચે સોમનાથ થી થશે

જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશન ની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક શ્રી અંકુર પઠાણે સંભાળી છે.

કોરોના કાળ પછી વધુ માં વધુ કલાકારો ને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે

આગામી તારીખ ૨૪ માર્ચના રોજ જુનાગઢ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતીઓ ના ગૌરવ સમા કલાકાર અને પાશ્ર્વ ગાયક પાર્થિવ ગોહિલ પોતાના સ્વરો રેલાવશે. ગુજરાત ના સુરીલા અને જાણીતા કલાકાર સાત્વની ત્રીવેદી અને બહાદુર ગઢવી પણ સાથે જોડાશે. જુનાગઢ ખાતે પણ રાધા મહેતા જુનાગઢ મુક્તિ દિન સહિત ની વાતો સાથે સ્ટેજ શોભાવશે. ગુજરાત ના જાણીતા લોકસાહિત્યકાર ડો. રણજીત વાંક કાર્યક્રમ નું સંચાલન કરશે.

ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમ ને ગુજરાત પ્રવાસન નિગમ, જીલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ મહાનગર પાલિકા, સોમનાથ નગરપાલિકા સહિત બન્ને જીલ્લા ના પ્રાભારી મંત્રીશ્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો નો સહકાર મળ્યો છે.

આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બન્ને જગ્યાએ સાંજે ૬:૩૦ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનો ને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Related posts

વડોદરા : કર્ફ્યૂમાં દરમ્યાન ગલ્લો ખૂલ્લો રાખનાર વેપારીને માર મારનાર બે પોલીસ જવાન સસ્પેન્ડ

Charotar Sandesh

કૉલેજ-યુનિવર્સિટી માટે યુજીસીની ગાઈડલાઈન્સ જાહેર, એન્ટ્રી સમયે થશે થર્મલ સ્ક્રીનિંગ…

Charotar Sandesh

બ્રેકિંગ : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક બિલ્ડિંગના ૭મા માળેથી લિફ્ટ તૂટતાં ૮ શ્રમિકના મોત

Charotar Sandesh