Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે આજથી ૧૫ જૂન સુધી ૫૦ સ્ટોલ સાથે પ્રદર્શન અને જિલ્લા કક્ષાનો મેળો યોજાશે

પ્રદર્શન અને જિલ્લા કક્ષાનો મેળો

આણંદ : જિલ્લાની જનતા માટે સરકારની ૨૦ વર્ષની વિકાસ ગાથા પ્રદર્શન અને જિલ્લા કક્ષાનો મેળો આજથી ૧૫ જૂન સાત દિવસીય મેળો વિદ્યાનગર રોડ, વૃંદાવન ગ્રાઉન્ડ, બિગ બજારની પાસે યોજાનાર છે.

પ૦ સ્ટોલ સાથેના મેળા પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

આ યોજાનાર મેળામાં ઉદ્યોગ કેન્દ્ર, બાગાયાત, ખંભાતના અકીકની બનાવટો, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, આર્યુવેદ, અમુલ, સખીમંડળો ઉપરાંત અન્ય સ્ટોલ મૂકવામાં આવશે, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

જિલ્લા કલેકટર દ્વારા વ્યવસ્થા માટે બેઠક યોજી, સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. સ્ટોલની સાઇઝ, વાહન પાર્કિંગ વ્યવસ્થા, સ્ટાફ વ્યવસ્થા, ટોઇલેટની સુવિધા, વિદ્યુતની વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી અને માળખાકીય સુવિધાઓ અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અપાયું, તેમજ આ મેળાનો લાભ લેવા આણંદ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવેલ છે.

Other News : ભાલેજ પોલિક મથકની હદ વિસ્તારના ગામમાં ઉડતા ભેદી ડ્રોન અંગે તપાસમાં હાસ્યાસ્પદ વિગતો મળી

Related posts

ભગવાનશ્રી સ્વામિનારાયણની ૧૯૨મી અંતર્ધાન તિથિએ ૧૭ સંસ્થાઓમાં વડતાલ મંદિર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ

Charotar Sandesh

આણંદ જિલ્લા ભાજપ વિદેશ સંપર્ક વિભાગ દ્વારા યુક્રેનથી પરત આવેલ વિધાર્થીના નિવાસ્થાને મુલાકાત કરવામાં આવી

Charotar Sandesh

અનિયમિતતાનાં કારણે વિદ્યાર્થીઓનું એસ.ટી. બસ રોકો આંદોલન…

Charotar Sandesh