Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : બોરસદ ચોકડી ઉપર નવનિર્માણ બ્રીજમાં ભ્રષ્ટાચારનું ગાબડું થયું ધરાશાયી ! વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

ઓવરબ્રીજનું નિર્માણ

આણંદ : શહેરના બોરસદ ચોકડી ઉપર ઓવરબ્રીજનું નિર્માણ ઘણા સમયથી ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ આ બ્રીજ ઉપર ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તેમ મસમોટું ગાબડું પડ્યું હતું, જે થોડા સમય બાદ આ ગાબડું ધરાશાયી થયાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામેલ નથી.

બોરસદ ચોકડી પર બની રહેલ રેલવે ઓવરબ્રિજ નીચેથી પસાર થતી પાણીની લાઇન તૂટી ગઇ હતી, જેના કારણે રેમ્પ માટે પાથરેલી માટીનું ધીરે ધીરે ધોવાણ થયા બાદ બ્લોકની દિવાલ ધડાકાભેર જમીનદોસ્ત થયેલ, આ ઉપરાંત બ્લોકને પણ નુકશાન થયેલ છે.

આણંદ તરફના છેવાડાનું કામ નવેસરથી કરવાના કારણે કામગીરી લંબાશે

આ ઘટના બાદ સ્થાનિકોએ જણાવેલ કે, આ બ્રીજ ઉપર ગાબડું પડેલ હતું, તેના નીચેથી પાણી પડતું હતું જે બાદ ધીરે ધીરે બ્લોક પડતા ગયા અને અચાનક બ્રીજનો એક ભાગ ધરાશાયી થયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.

થોડા દિવસો પહેલા આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરોને વહેલાતકે કાર્ય પુરુ કરવા સુચના આપેલ હતી જે બાદ આવા ભ્રષ્ટાચાર અને મિલીભગતનું ગાબડા પડતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Other News : વડાપ્રધાન મોદી અંબાજી ખાતેથી આણંદ જિલ્લાના આ ૫૦ ગામોમાં તૈયાર આવાસોનું ઈ-લોકાર્પણ કરશે

Related posts

જાહેરનામું પ્રસિધ્‍ધ : આણંદ શહેરમાં તા. ૪/૬/૨૦૨૧ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે…

Charotar Sandesh

આણંદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫૮ નંગ ફિરકા સાથે વધુ આઠ વેપારી ઝડપાયા

Charotar Sandesh

ગૃહિણીઓને પડતાં પર પાટુ… શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા…

Charotar Sandesh