Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : કોરોનામાં મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયની માંગણી સાથે કોંગ્રેસની કોવિડ ન્યાયયાત્રા યોજાઈ

કોંગ્રેસની કોવિડ ન્યાયયાત્રા

આણંદ : આજરોજ આણંદના અમુલ ડેરી રોડ ઉપર આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુથી વિવિધ બેનરો અને સુત્રોચ્ચારો સાથે યોજાયેલી આ રેલી જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં જીલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીને અમિતભાઈ ચાવડા, આણંદના ધારાસભ્ય કાંતિભાઈસોઢા પરમાર, પુર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહિડા સહિત અગ્રણીઓ આવેદન પત્ર આપીને માંગણી કરી હતી, કે સામાન્ય પુર કે વાવાઝોડા અને અકસ્માતના કિસ્સામાં પણ ચાર-ચાર લાખની સહાય ચુકવવામાં આવે જ્યારે કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલાને માત્ર ૫૦ હજારનું વળતર ચુકવીને રાજ્ય સરકાર તેમની ક્રુસ મશ્કરી કરી રહી છે.

જિલ્લામાં મૃત્યુ પામેલા અંદાજે એક હજાર જેટલા વ્યક્તિઓના પરિવારજનોને ચાર લાખની સહાય ચુકવવાની માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા પુર્વ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ કોવીડ ન્યાય યાત્રા યોજી હતી

આણંદ જિલ્લામાં કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક માત્ર ૫૨ જ છે જ્યારે કોંગ્રેસ દ્વારા યોજેલી ઝુંબેશ દરમ્યાન એક હજારથી વધુ લોકોના મોત થયાનો તેમના સ્વજનોએ દાવો કરીને ફોર્મ ભર્યા છે આ તમામને ચાર લાખની સહાય ચુકવવા માંગણી કરવામાં આવી છે.કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં સત્તાવાર મૃત્યુઆંક ૧૦ હજારની આસપાસ બતાવાઈ રહ્યો છે જ્યારે સરકારે જ ૯૦ હજારથી વધુને ૫૦ હજારની સહાય ચુકવી છે. ત્યારે ખરેખર કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક કેટલો હતો તે પણ સરકારે જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.

Other News : આણંદની સબજેલમાંથી પોસ્કોના કેદી ફરાર પ્રકરણમાં એએસઆઈ સહિત ૪ પોલીસ જવાનો સસ્પેન્ડ કરાયા

Related posts

કિશાન દિવસ નિમિત્તે આણંદ લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલે નાવલી ગામની મુલાકાત લીધી…

Charotar Sandesh

જાહેરનામું : આણંદ-વિદ્યાનગર-કરમસદમાં રાત્રિ કર્ફ્યુ અંગે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ…

Charotar Sandesh

આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh