Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : મોગરી ગામના ઝડપાયેલ લાંચિયા મહિલા તલાટીને કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો

મહિલા તલાટી

આણંદ : ભ્રષ્ટાચારીઓેને અંકુશમાં લાવવા એન્ટી કરપ્શન બ્યુરોએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે, જેથી ભ્રષ્ટાચારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે મોગરી ગામના મહિલા તલાટી દિપીકાબેન પંચાલ માત્ર ૩૦૦ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ હાથ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

કોર્ટે મહિલા તલાટીને જ્યુડીશીયલ કસ્ટડીમાં બિલોદરામાં મોકલી આપવાનો હુકમ કરેલ

મહિલા તલાટી

ઘટનાની વિગતોમાં મોગરી ગામમાં તલાટી ફરજ બજાવતા તરીકે દિપીકાબહેન રમણભાઈ પંચાલે અરજદારની બહેનના લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવા માટે તલાટી કમ મંત્રીએ રૂ. ૩૦૦ લાંચની માંગણી કરેલ હતી, જે બાબતે ફરિયાદીએ આણંદ એસીબીને માહિતી આપેલ, જેને લઈ એસીબીએ છટકુ ગોઠવી તલાટીને રંગેહાથ ઝડપી પાડેલ. એસીબીના પીઆઈ એમ.એલ. રાજપુત તથા અમદાવાદ એકમના કે.બી.ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.

આ કેસમાં મહિલા તલાટીને લાંચના ગુનામાં અટકાયત કરાતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હશે.

Other News : ઉનાળામાં લાઈટબીલ ઓછું લાવવા વિજચોરી કરતાં વીજ ધારકો : આણંદ જિલ્લામાં જુઓ કયા પડ્યા દરોડા

Related posts

તારાપુર : ટ્રકચાલક-પોલિસકર્મી વચ્ચે થયેલ રકઝક બાબતે જિલ્લા પોલિસવડા દ્વારા તપાસના આદેશ…

Charotar Sandesh

આણંદ : ડીઝલના અભાવે એસટીના કેટલાક રૂટો કેન્સલ થતા મુસાફરો રઝડ્યા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૨૨૬ સ્થળોએ વિઘ્નહર્તાનું વાજતે-ગાજતે સ્થાપન કરાયું : સૌથી વધુ આ શહેરમાં

Charotar Sandesh