Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા લોટિયા ભાગોળ ખાતે મહારાણા પ્રતાપની પંચ ધાતુની પ્રતિમાનુું અનાવરણ કરાયું

મહારાણા પ્રતાપ

આણંદ : હિન્દુ હૃદય સમ્રાટ વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતિ પ્રસંગે શહેરના લોટિયા ભાગોળ પાસે સર્કલ નજીક આશરે ૧૨.૫૦ ફૂટની મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ સોરવારના રોજ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં સ્થાનિકો-યુવાનો-વડીલોએ જયજયકારના નાદ સહિત ભવ્ય આતશબાજી સાથે અનાવરણ વિધિ કરાઈ હતી

આ પ્રસંગે ભાવનગરના યુવારાજ જયવીરરાજસિંહ ગોહીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવેલ કે, વિર મહારાણા પ્રતાપ આપણા ભગવાન છે, ત્યારે આજે સ્થાપિત કરાયેલ પ્રતિમાને જોઈ આજના યુવા પેઢીને પ્રેરણા મળશે, મહારાણા પ્રતાપે દેશની રક્ષાકાજે પોતાનું જીવન બલીદાન આપ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય રજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત, રાજયના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, આણંદ પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ, ધારાસભ્ય કાન્તિભાઇ સોઢા, ધારાસભ્ય પૂનમભાઇ, ધારાસભ્ય ગોવિંદભાઇ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને નડિયાદ તા.પં.પ્રમુખ સંજયસિંહ મહીડા, શહેર ભાજપ ઉપપ્રમુખ યોગેશ પટેલ, પૂર્વ જિ.પં. પ્રમુખ નટવરસિંહ મહીડા, આણંદ કાઉન્સિલરો, NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી), પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી, ક્ષત્રિય સમાજના અગ્રણીજનો-હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Other News : ઉજ્જૈન મંદિરથી દર્શન કરી પરત ફરતા ખંભાતના ૫ મિત્રોને અકસ્માત નડ્યો : ૩ યુવોનોના મોત

Related posts

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

Charotar Sandesh

આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલે દત્તક લીધેલ અંબાવ ગામની મુલાકાત લીધી…

Charotar Sandesh

નશાબંધી પ્રચાર સપ્તાહ અંતર્ગત સુણાવ ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Charotar Sandesh