મીતેષ ભટ્ટને માથામાં, ડાબા હાથના બાવળા ઉપર તેમજ કાંડા ઉપર મારી દેતાં હોસ્પીટલમાં ખસેડાયો
આણંદ : મહુધા ખાતે રહેતો મીતેષભાઈ યોગેશભાઈ ભટ્ટ અગાઉ ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્શમાં એજન્ટ તરીકે કામ કરતો હતો ત્યારે નડીઆદ ખાતે રહેતા સંદિપભાઈ ચતુરભાઈ રોહિતે તેની પાસેથી બે લાખની પોલીસી લીઘી હતી અને પ્રથમ હપ્તો ભર્યો હતો. ત્યારબાદ હપ્તાઓ ભર્યા નહોતા.
દરમ્યાન મીતેષે એજન્ટનું કામ છોડીને આણંદના વિદ્યાનગર રોડ ઉપર આવેલા કોમ્પલેક્ષમાં કાર્યરત આઈસીઆઈસી પ્રોડેન્શીયલ લાઈફ ઈન્શ્યોરન્સમાં મેનેજર તરીકે કામકાજ શરૂ કર્યું હતુ. દરમ્યાન સંદિપભાઈ દ્વારા પોતાના ભરેલા પૈસાની પરત માંગણી ચાલુ કરી દીધી હતી. જો કે પૈસા બેંકમાં જમા થઈ ગયા હોય પરત કરી શકાયા નહોતા.
ગઈકાલે બપોરના સુમારે સંદિપભાઈ, તૃપ્તીબેન સંદિપભાઈ રોહિત અને તૃપ્તિબેનના પિતા મિતેષની ઓફિસે આવ્યા હતા અને પૈસા બાબતે બોલાચાલી કરીને ગમે તેવી ગાળો બોલીને તૃપ્તીબેન તથા તેમના પિતા નીચે જતા રહ્યા હતા. થોડીવાર બાદ તૃપ્તીબેન પોતાના પતિ સંદિપભાઈને નીચે બોલાવી ગયા હતા. ત્યારબાદ તૃપ્તીબેને મીતેષભાઈને નીચે બોલાવ્યો હતો. જ્યાં અન્ય એક શખ્સની ઓળખ પોતાના ભાઈ તરીકે આપી હતી.
ચારેય જણાએ પોલીસીના પૈસા બાબતે બોલાચાલી કરીને તૃપ્તીનો ભાઈ ધારીયું લઈ આવ્યો હતો અને ગાળો બોલીને માર વગર માનશે નહીં, તેમ જણાવીને તમે ખસી જાવ હું એને સીધો કરી દઉ છું તેમ કહીને મીતેષને ધારીયાનો ઝટકો બાવળાના ભાગે તેમજ કાંડા ઉપર મારી દીધો હતો. ત્રીજો ઘા માથામાં ડાબી બાજુએ મારી દેતાં મિતેષ લોહીલુહાણ થઈ ગયો હતો.
દરમ્યાન અન્ય વ્યક્તિઓ આવી જતાં ચારેય જણા અમો અગાઉથી જ પ્લાન બનાવીને તને મારવા માટે આવ્યા છીએ, આજે તો તુ બચી ગયો પરંતુ ફરીથી જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મિતેષને તુરંત જ સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે મહાવ્યથાનો ગુનો દાખલ કરીને ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Other News : પોલીસનું દિલધડક ઓપરેશન : ચીકલીગર ગેંગના બે કુખ્યાત સાગરીતો ઝડપાયા : ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જુઓ