Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : છેલ્લા ૧ મહિનામાં કાળઝાળ ગરમીમાં બેભાન થયેલ ૧૨૬ વ્યક્તિઓની વ્હારે આવી ૧૦૮, જુઓ

૧૦૮ની મોબાઈલ વાન

ગત એપ્રિલ માસમાં પેટનો દુઃખાવો, ઝાડા-ઉલ્ટી, તાવ, માથાનો દુઃખાવો અને બેભાન થઈ જવાના કુલ ૨૧૫ કેસો નોંધાયા

જ્યારે ૧૫મી મે સુધીમાં ૧૬૮ કેસો નોંધાઈ ચુક્યા છે

આણંદ : પ્રાપ્ત વિગતો અનુસાર એપ્રીલ મહિનાથી આણંદમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ જવા પામ્યો હતો અને બપોરના સુમારે તો પારો ૪૨ ડીગ્રી ઉપર જતો રહેતા શહેરીજનોની હાલત કફોડી થઈ જવા પામતી હતી. એપ્રીલ દરમ્યાન આણંદ જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યરત ૧૦૮ મોબાઈલ વાનોને કુલ ૨૧૫ જેટલા કોલો મળ્યા હતા. જેમાં પેટના દુઃખાવાના ૬૪, ઝાડા-ઉલ્ટીના ૪૭, તાવના ૨૩, માથાના દુઃખાવાના ૧, બેભાન થઈ જવાના ૮૦નો સમાવેશ થાય છે.

આ સાથે ૧૫મી મે સુધીમાં પેટના દુઃખાવાના ૬૧, ઝાડા- ઉલ્ટીના ૩૬, તાવના ૨૧, માથાના દુઃખાવાના ૪ અને બેભાન થઈ જવાના ૪૬ કેસોનો સમાવેશ થાય છે

કોલ મળતાં જ જે તે સ્થળ પર પહોંચેલી ૧૦૮ની મોબાઈલ વાન દ્વારા અસરગ્રસ્ત દર્દીને પ્રાથમિક સારવાર આપીને જો જરૂર પડે તેમ હોય તો તુરંત જ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે કાળઝાળ ગરમીને કારણે વિવિધ પ્રકારની બિમારીઓના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

Other News : એક્સપ્રેસ હાઈવે પર આવેલા નડીઆદ નજીક બે કારો વચ્ચે અકસ્માત : ૧નું મોત, ૫ને ઈજા

Related posts

આણંદ જિલ્‍લામાં ૧૩ હજારથી વધુ મતદાર નોંધણી, સુધારા-વધારા સહિતની અરજીઓ મળી…

Charotar Sandesh

આણંદના વધુ ર વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવશે : લિસ્ટ મુજબ કુલ ૧૮ વિદ્યાર્થીઓ ફસાયેલ છે

Charotar Sandesh

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ૫૬ ગામો માટે શરૂ થઇ જનવિકાસ ઝુંબેશ…

Charotar Sandesh