Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોના મહામારીમાં નિરાધાર બનેલા બાળકોની પડખે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ

Mitesh Patel1
ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત દાતાઓને આવા બાળકોને જરૂરિયાતો પૂરી કરવા આગળ આવવાની અપીલ કરી

આણંદ : આણંદ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલની હાજરીમાં મળેલી બેઠકમાં તેઓએ કોરોના મહામારીમાં નિરાધાર થયેલા બાળકોના માતા-પિતા બની પાલન કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત સામાજીક સંસ્થાઓને પણ અપીલ કરી આવા બાળકોની મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.

હાલ જિલ્લામાં ૩૯ બાળકોને રૂ.૧.૫૬ લાખ સીધા ખાતામાં જમા કરાવવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં કેટલાંય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. આ સંદર્ભમાં રાજ્યની સંવેદનશીલ સરકારએ કોરોનાના કપરાકાળમાં આવા નિરાધાર અને માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકો માટેની બાલ સેવા યોજનાનો બુધવારે મુખ્યંમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત આણંદ જિલ્લાના ૩૯ બાળકોના ખાતામાં પણ રૂા. ૪ હજાર લેખે રૂા. ૧.૫૬ લાખ સીધા તેમના ખાતામાં જમા થયા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર પી. સી. ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. ટી. છારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશભાઇ દેસાઇ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર, જિલ્લા પ્રોહિબિશન અધિકારી એસ. એમ. વ્હોરા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન તથા સભ્યો, જુવેનાઇલ જસ્ટીઅસ બોર્ડના સભ્યો, બાળ સુરક્ષા અધિકારી તથા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

Other News : આણંદ LCBએ ઝડપેલા લૂંટારૂઓએ ઘરફોડ ચોરીના ૨૮ ગુના કબુલ્યા, ૬ દિવસના રિમાન્ડ મંજુર

Related posts

આણંદમાં બાકરોલ ખાતે તા.૧૩મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે…

Charotar Sandesh

આંકલાવ બ્લોકમાં ક્લસ્ટર કક્ષાએ સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબરે આવનાર શિક્ષકોને સન્માનિત કરાયા…

Charotar Sandesh

આણંદ : લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલ દંપતીના ઘરે રૂપિયા ૧.૯૧ લાખની મત્તા ચોરી થતાં ફરિયાદ

Charotar Sandesh