Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદને રૂ. ૨૭૦ કરોડના વિકાસ કામોની સોગાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

આણંદમાં રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ અને રૂ. ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલ બનશે

PM નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા વિકાસનો મજબૂત પાયો નાખી ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે : મુખ્યમંત્રી

આણંદ : આણંદને રૂ. ૨૭૦ કરોડના ૨૨ વિકાસ કામોની ભેટ આપતા CM ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યમંત્ર સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રજાસેવા માટે સુશાસન જરૂર છે અને ગુજરાતમાં સુશાસનનો માર્ગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રશસ્ત કર્યો છે.

CM ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું કે, જનસેવા માટે સુશાસન કેવી રીતે સ્થાપી શકાય એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશદુનિયાને બતાવ્યું છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે લોકો વિકાસ કામો માટે રૂ. ૫ કે રૂ. ૧૫ લાખ કામોથી જ સંતોષ માનતા હતા. આજે રૂ. એક કરોડની માતબર રકમનું કામ પણ નાનું લાગવા માંડ્યું છે. આ ગુજરાતના વિકાસની પરિસીમા અને લોકોની વિકાસ માટેની અપેક્ષા દર્શાવે છે. જે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.

CM એ આણંદના નાગરિકોની સર્વાંગીણ સુખાકારીના રૂ. ૨૭૦ કરોડના ૨૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કામોથી આણંદ જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ મળવાની છે.

આ કાર્યક્રમ પુર્વે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા હતા. જ્યાં ભગવતચરણ સ્વામીએ તેમનું અભિવાદન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ તથા શ્રી ગોવિંદભાઈ પરમાર, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર, પદાધિકારીઓ, અધિકારીઓ, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Other News : આણંદ શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આગની ઘટના : ફાયરબ્રિગેડ ટીમે આગની કાબુમાં લીધી

Related posts

કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં બે દિવસ દરમિયાન ૧૬૩ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા

Charotar Sandesh

કોરોના સામે જાગૃતિને લઇ ડાકોરના ગાયકે બનાવ્યો ગરબો….

Charotar Sandesh

દશેરાના દિવસે અમદાવાદના ભક્તે ડાકોરમાં ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું કર્યું દાન…

Charotar Sandesh