Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોનાને લઈ આણંદનું તંત્ર થયું સતર્ક : જિલ્લામાં કેટલાંક નિયંત્રણો લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું

જાહેરનામું

આણંદમાં ગુરૂવારના રોજ સવા ત્રણ મહિના બાદ કોરોનામાં એક દર્દી મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે

કોરોના ગાઇડ લાઇનના કડક અમલ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

આણંદ : વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા એ નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજયમાં પ્રતિદિન કોરોના વાયરસની પરિસ્‍થિતિને ધ્‍યાને લેતાં કોરોના વાયરસથી થતી સંક્રમણની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્‍વરિત હાથ ધરી શકાય તે હેતુસર રાજય સરકારના ગૃહ વિભાગના તા. ૩૦/૧૧/૨૦૨૧ના હુકમને ધ્‍યાને લઇ આણંદના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી કે. વી. વ્‍યાસએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૩૪ તથા ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવીડ રેગ્‍યુલેશન, ૨૦૨૦ની જોગવાઇઓને આધીન તાત્‍કાલિક અસરથી અને તા. ૧૦/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહે તે માટે સમગ્ર આણંદ જિલ્‍લામાં કેટલાંક નિયંત્રણો મૂકયા છે. જેનું જિલ્‍લાના નાગરિકોને પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

તદ્અનુસાર જે નિયંત્રણો મૂકવામાં આવ્‍યા છે તે અનુસાર તમામ દુકાનો, વાણિજયક સંસ્‍થાઓ, લારી-ગલ્‍લાઓ, શોપિંગ કોમ્‍પ્‍લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સૂલન, બ્‍યુટી પાર્લર તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધિઓ, સિનેમા હોલ ૧૦૦ ટકા બેઠક ક્ષમતા સાથે તથા જીમ ૭૫ ટકા ક્ષમતા સાથે જયારે જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦-૦૦ કલા સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. આધીન ચાલુ/ખુલ્‍લા રાખી શકાશે.

આ સમયગાળા દરમિયાન લગ્‍ન માટે ખુલ્‍લા અથવા બંધ સ્‍થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો) વ્‍યકિતઓની મંજૂરી રહેશે. લગ્‍ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રાખવામાં આવી છે જયારે અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્‍યકિતઓની મંજૂરી રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્‍થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધીન ખુલ્‍લામાં મહત્તમ ૪૦૦ વ્‍યકિતઓ પરંતુ, બંધ સ્‍થળોએ, જગ્‍યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૪૦૦ વ્‍યકિતઓની મર્યાદામાં) વ્‍યકિતઓ એકત્રિત થઇ શકશે. જયારે ધો.૯ થી પોસ્‍ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્‍ટરો/ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્‍પર્ધાત્‍મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્‍ટરનો સ્‍થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની અને નિયત એસ.ઓ.પી.નું પાલન કરવાની સાથે તથા શૈક્ષણિક સંસ્‍થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધીન ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્‍ય સંસ્‍થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્‍પર્ધાત્‍મક/ભરતી અંગેની પરીક્ષાઓ તથા વાંચનાલયો ૭૫ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની અને નિયત એસ.ઓ.પી.નું પાલન કરવાની શરતે યોજી કે ચાલુ રાખી શકાશે.

જાહેર તથા ખાનગી બસ ટ્રાન્‍સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૧૦૦ ટકા ક્ષમતા સાથે (Standing not allowed) જયારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. જયારે બસ સેવાઓને રાત્રિ કફર્યુમાંથી મુકિત આપવામાં આવી છે.

પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ/સ્‍પોટર્સ સ્‍ટેડિયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે જયારે ઓડિટોરિયમ, એસેમ્‍બલી હોલ, મનોરંજક સ્‍થળો મહત્તમ ૬૦ ટકા અને વોટરપાર્ક તથા સ્‍વિમીંગ પુલ મહત્તમ ૭૫ ટકા કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે.

સ્‍પા સેન્‍ટરો નિયત કોરોના ગાઇડલાઇનના ચુસ્‍તપણે પાલન સાથે સવારના ૯-૦૦ થી રાત્રિના ૯-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

આ તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્‍યકિતઓ માટે વેકિસનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્‍યકિતઓના આરટીપીસીઆર (RT-PCR) ટેસ્‍ટ પોઝીટવ આવેલ હોય તેવા કિસ્‍સાઓમાં RT-PCR પોઝટીવ આવ્‍યાના  ૧૪ દિવસથી/હોસ્‍પિટલની Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકિસનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધો હોય તેઓએ નિયત સમયમર્યાદા પૂર્ણ થયે બીજો ડોઝ પણ લઇ લેવો હિતાવહ રહેશે.

જયારે અન્‍ય રાજયોમાંથી આણંદ જિલ્‍લામાં પ્રવેશ કરતાં મુસાફરોને RT-PCR ટેસ્‍ટ સંબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. જયારે તમામ નાગરિકોએ ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્‍લામાં તા. ૧૦/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે

આ જાહેરનામાના હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તેમજ ઇન્‍ડિયન પીનલ કોડની કલમ-૧૮૮, ધી એપેડેમીક ડીસીસ એકટ-૧૮૯૭, ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્‍યુલેશન-૨૦૨૦ની જોગવાઇઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમથી આણંદ જિલ્‍લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્‍યા છે.

Other News : મતદારો પોતાના મતદાનથી વંચિત ન રહે તે માટે તા.૧૯મીના રોજ સ્‍થાનિક રજા જાહેર કરવામાં આવી

Related posts

૧૮ જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર…

Charotar Sandesh

કોરોનાને પહોચી વળવા સીડીએસ અને પધારિયા યુવાધન દ્વારા કોરોના દર્દીના ઘરનું ફ્રી સેનીટાઈઝેશન…

Charotar Sandesh

લાંભવેલ હનુમાન મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, કાળીચૌદસે વિશેષ કાર્યક્રમ યોજાશે…

Charotar Sandesh