Charotar Sandesh
દક્ષિણ ગુજરાત સ્પોર્ટ્સ

અંકલેશ્વરનો યુવાન ઓમાનમાં ઝળખ્યો : અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી પહેલી સદી

યુવક કશ્યપ

અંકલેશ્વર : ગુજરાત રાજ્યના અંકલેશ્વરનો યુવક કશ્યપ પ્રજાપતિ ઓમાનમાં ઝળહળિયો છે, જેમાં ગુજરાત અંડર ૧૯ અને ર૩માં વધુ પ્લેટફોર્મ ન મળતા આ કશ્યપે ઓમાનમાં જતો રહેલ, જેમાં ઓમાન ટીમ વતી રમી અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને ૧૧૫ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૦૩ રન ફટકાર્યા હતા અને પહેલી સદી બનાવી હતી.

કશ્યપે ગુજરાત અંડર ૧૯ અને ર૩માં સ્ટેટ લેવલે પ્રયત્ન કરી પ્રતિભા બતાવેલ, પરંતુ તેને પ્લેટફોર્મ નહિ મળતા તે ઓમાન જતો રહેલ

આજે ઓમાનની ટીમ વતી રમી ગુજરાતના અંકલેશ્વરનો કશ્યપ સ્ટાર બેટ્‌સમેન બન્યો છે, હવે આગામી સમયમાં ઈન્ડીયા સામે કશ્યપ ઓમાનની ટીમ વતી રમે તો નવાઈ નહીં રહે. આ યુવાન કશ્યપને સવારે ૯ થી સાંજે પ કલાક સુધી જોબમાં રસ ન હતો, જેને ગુજરાત અંડર ૧૯ અને ર૩માં સ્ટેટ લેવલે પ્રયત્ન કરી પ્રતિભા બતાવેલ.

પરંતુ તેને પ્લેટફોર્મ નહિ મળતા તે ઓમાન જતો રહેલ, અને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓમાન વતી રમી પહેલી સદી ફટકારતા તે ત્યાંનો સ્ટાર બેટ્‌સમેન બની ગયેલ છે.

Other News : આણંદ-ખેડા જિલ્લામાં સરિસૃપ જીવો દરમાંથી બહાર નીકળવાની ઘટનામાં વધારો : કોબ્રાનું રેસક્યુ કરાયું

Related posts

બીજી ઇનિંગ્સમાં ૩૦-૪૦ રન વધુ બનાવ્યા હોત તો પરિણામ અલગ આવી શકતું : કોહલી

Charotar Sandesh

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફક્ત ટેસ્ટ સિરીઝમાં રમે તેવી શક્યતા…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : વૉર્નર અંતિમ વન-ડે અને ટી-૨૦ સિરીઝમાં બહાર…

Charotar Sandesh