Charotar Sandesh
ગુજરાત

ચૂંટણી તારીખોની જાહેરાત : ગુજરાતની જનતા બદલાવ માટે તૈયાર, અમારી જીત થશે : કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે

નવીદિલ્હી : Gujarat Vidhansabha Electionની આજે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ચૂંટણીને ૨ તબક્કામાં યોજવાની જાહેરાત કરી છે. આ વખતે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં કમાલ કરી રહી છે.

ચૂંટણી તારીખોની જાહેર થતા જ AAPના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે.

કેજરીવાલે કહ્યું કે, ’ગુજરાતની જનતા આ વખતે મોટા બદલાવ માટે તૈયાર છે, અમે ચોક્કસ જીતીશું’

કેજરીવાલે તેમના Social Media Account દ્વારા એક વીડિયો જાહેર કરીને લોકોને કહ્યું કે, અમને તમારા સમર્થનની જરૂર છે. તમારો અપાર સહયોગ ગુજરાતમાં પરિવર્તન લાવશે. અમારી પાર્ટીએ પહેલા દિલ્હી અને પંજાબ જીત્યા. હવે તમારું સમર્થન મળશે તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી આવશે. આ દરમિયાન કેજરીવાલે ગુજરાતી ભાષામાં વાત કરી હતી. આ વીડિયોમાં કેજરીવાલ ગુજરાતના લોકો સાથે ગુજરાતી ભાષામાં વાત કરતા જોઈ શકાય છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત ’કેમ છો’થી કરી હતી.

Other News : ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા અને શાંતિ ભંગ કરનારા ચેતી જાય : ચૂંટણીપંચ

Related posts

ફરી એકવાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા પડે તેવી સંભાવના…

Charotar Sandesh

ગુજરાત હાઇકોર્ટનો માસ્કનો દંડ ઘટાડવા સ્પષ્ટ ઇન્કાર : જાણો કારણ…

Charotar Sandesh

ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવનાર એથલિટ સરિતા આજે પાણી ભરવાની કતારમાં…!

Charotar Sandesh