Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચરોતરના વધુ એક ગામમાં ઘટના સામે આવી : રાત્રે દોઢ ફુટનો અવકાશી પદાર્થનો ટૂકડો મળ્યો

ગુજરાતમાં આકાશમાંથી ગોળા

આણંદ : છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ પડી રહ્યા છે. ચરોતર વિસ્તારમાં આણંદ અને ખેડા જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ હવે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ગોળો પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી ગોળા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ કુતુહલ સર્જાયુ છે.

તંત્ર દ્વારા ગોળાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે

આણંદ-ખેડા જિલ્લાના દાગજીપુરા, ખાનકૂવા, શીલી, ભૂમેલ અને સોજિત્રાના કાસોર બાદ હવે ગત રાત્રે વિરોલ ગામે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

વિરોલ ગામના શારદાપુરા સીમમાં ખેતરમાંથી દોઢ ફૂટનો અવકાશી પદાર્થનો ટૂકડો મળી આવતા લોકોમાં કુતુહલ સાથે ફફડાટ વ્યાપી છે.

આમ, સોજિત્રા તાલુકાના લગભગ ૧૦ કિલોમીટરના અંતરમાં ત્રણ જગ્યાએ પદાર્થો મળી આવતાં પીએસઆઈ હર્ષદ પરમારે પોતાની ટીમ સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને ગામના પૂર્વ સરપંચ અને તલાટી સાથે પદાર્થના ટુકડાનું પંચનામું કરી મોકલી આપેલ છે.

Other News : હાશ ! ચરોતરમાં આ તારીખ બાદ ગરમીમાં રાહત મળશે, હાલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ છે

Related posts

યુપી, એમપી બાદ હવે ગુજરાતમાં પણ કાર્યવાહી : ખંભાતમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું

Charotar Sandesh

બે દિવસ પૂર્વ આણંદમાં કેમીકલયુક્ત દુર્ગંધ ફેલાવવા પાછળ કેમીકલના ચોરોના પાપે સર્જાયાની આશંકા…

Charotar Sandesh

આણંદ જિલ્‍લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક વિડિયો કોન્‍ફરન્‍સીંગના માધ્‍યમથી મળી…

Charotar Sandesh