Charotar Sandesh
બોલિવૂડ

અનુષ્કા શર્માએ લોર્ડ્‌સમાં ભારતીય ટીમની જીત પર વ્યક્ત કરી ખુશી

અનુષ્કા શર્મા (anushka sharma)

મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા (anushka sharma) ઘણી વખત તેની બેસ્ટ પોસ્ટ્‌સ દ્વારા ચાહકોનું દિલ જીતતી જોવા મળે છે. આ દિવસોમાં અભિનેત્રી ફિલ્મોથી દૂર છે અને પતિ વિરાટ કોહલી (Virat Kohli) અને ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડમાં છે. ટિમ ઇન્ડિયાએ તાજેતરમાં જ લોર્ડ્‌સ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત પ્રાપ્ત કરી છે.

જે બાદ અનુષ્કા શર્મા (anushka sharma) પોસ્ટ કરીને ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપતી જોવા મળી છે

ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવ્યું હતું. આ પછી, અનુષ્કા શર્મા (anushka sharma) એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેચની જીતની કેટલીક સુંદર તસવીરો શેર કરી. એટલું જ નહીં, અભિનેત્રીએ વિરાટ કોહલી (Virat Kohli) ની તસવીર પણ શેર કરી છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘શું જીત છે! શું ટીમ છે!’

વિરાટ કોહલી (Virat Kohli) એ ઈંગ્લેન્ડની ટીમને હરાવ્યા બાદ મીડિયા સાથે પણ વાત કરી અને કહ્યું, ‘મને આખી ટીમ પર ગર્વ છે. પિચથી પહેલા ત્રણ દિવસ સુધી બોલરોને મદદ મળી ન હતી પરંતુ અમે અમારી રણનીતિને સારી રીતે લાગુ કરી. બુમરાહ અને શમીએ બીજી ઇનિંગમાં દબાણની સ્થિતિમાં જે રીતે બેટિંગ કરી હતી તે બેજોડ હતી. અહીંથી જે વાતાવરણ બન્યું તેનાથી અમને વધુ મદદ મળી. મેદાન પર જે તણાવ થયો એને પણ અમને જીતવા માટે પ્રેરિત કર્યું.’

Other news : Indian Idol : ઉત્તરાખંડના પવનદીપ રાજને જીત્યો ઈન્ડિયન આઈડલ-૧૨નો ખિતાબ

Related posts

ફિલ્મ ‘અતરંગી રે’ ૬ ઓગષ્ટ, ૨૦૨૧ ના થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે…

Charotar Sandesh

Pornography કેસ : શર્લિન ચોપરાને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું

Charotar Sandesh

એક્ટર ધર્મેન્દ્રની તબિયત અને હાલની સ્થિતિને લઈને ‘અપને-૨’નું શુટીંગ મોકુફ રખાઈ

Charotar Sandesh