Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં એલઆરડી ભરતીની જાહેરાત બાદ ૧૧ લાખ ૭૫ હજાર લોકોની અરજી, જુઓ વિગત

એલઆરડી ભરતી

ગાંધીનગર : ભરતીની વાત કરીએ તો બિન હથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨ જગ્યા માટે ભરતી થશે.જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ જગ્યા માટે થશે ભરતી થશે તો SRP કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે. SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે ૧,૯૮૩ જગ્યા અનામત રાખવામાં આવી છે.

રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોકરક્ષક દળ(LRD) ની ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે

લોકરક્ષક દળ ભરતીનો મામલે ADGP હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.. જેમાં LRD ની ૧૦,૪૫૯ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી પ્રક્રિયામાં ૯ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

જે અંતર્ગત ૨૫ ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી છે. LRDની આ ભરતી માટે રેકોર્ડ બ્રેક ૧૧ લાખ ૭૫ હજાર અરજીઓ થઇ છે, જેમાંથી ૯ લાખ ૧૦ હજારની અરજી સ્વીકારાઇ છે. LRD ભરતી માટે આજે ૯ નવેમ્બરે છેલ્લો દિવસ છે અને રાત્રે ૧૨ વાગ્યા સુધી અરજી કરી શકાશે. જેની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે.

Other News : ગુજરાતમાં હાલ ભાજપ પ્રદેશ પ્રમુખના હાથમાં તમામ પાવર

Related posts

ડુંગળીના ભાવો ૨ જ દિવસમાં ૫૦ ટકા ઘટી જતા ખેડૂતોમાં રોષ…

Charotar Sandesh

જાહેરમાં થૂંકતા અમદાવાદીઓએ ૨ કલાકમાં ૨૦૦૦૦૦ નો દંડ ભર્યો..!!

Charotar Sandesh

પોલીસથી નહીં પણ કોરોનાથી ડરતો ચોર PPE કીટ પહેરી ૨.૩૨ લાખની ચોરીને અંજામ આપ્યો !

Charotar Sandesh