Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના મોગર નજીક આર્મીની ટ્રક ખાનગી ટ્રક સાથે અથડાઈ : ક્રેઈનની મદદથી વાહનોને છુટા પડાયા

આર્મીના ટ્રકો

આણંદ : તાલુુકાના મોગર ગામ નજીક પાટિયા પાસે બપોરના સમયે મુંબઇથી અમદાવાદ તરફ આર્મી (army) ના છ જેટલા ટ્રકો પૈકી એક ટ્રકને આગળ જતી ખાનગી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, સદ્‌નસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી.

આ બનાવમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર ખાનગી ટ્રક ફાસ્ટટ્રેકમાંથી અચાનક વચ્ચે ટ્રેક પર આવી જતાં આ ઘટના સર્જાઈ હતી, જેમાં ખાનગી ટ્રક અને આર્મી (army) ના એક ટ્રકને ભારે નુકશાન સર્જાવા પામેલ. આ કાફલો અમદાવાદ તરફ જઇ રહ્યો હોવાનું જાણવા મળેલ હતું.

અન્ય ૫ જેટલા આર્મી (army) ના ટ્રકોને અધ્ધવચ્ચે રોકાવવું પડ્યું હતું

આ બનાવની જાણ નજીકના વાસદ પોલીસ પીએસઆઈ એમ.જી. પટેલને થતા તેઓ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચેલ, અને ક્રેઇનની મદદથી બન્ને વાહનોને છુટા પડાયા હતાં, જ્યારે ખાનગી ટ્રકના માલિકને બોલાવવામાં આવેલ, આ ઘટના અંગે કોઇ પોલીસ ફરિયાદ થયેલ નથી.

Other News : બોરસદ પોલિસ સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લિમ ધર્મના શાંતિ સમિતિના સભ્યોની શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

Related posts

વડોદરા : હવામાંથી પાણી બનાવતુ ‘એર ટુ વોટર’ મશીન તૈયાર કરાયું

Charotar Sandesh

વિદેશ મોકલવાના બહાને ૯.૯૬ લાખની છેતરપિંડી કરનારો મુંબઈથી ઝડપાયો : વિદ્યાનગર પોલીસને મળી સફળતા

Charotar Sandesh

ક્રાઈમ : ઉમરેઠમાં તબેલાના સામાન વચ્ચે ગાંજો ઘુસાડી હેરાફેરી કરતાં ત્રણ શખ્સો પકડાયાં

Charotar Sandesh