Charotar Sandesh
ઈન્ડિયા

ઓમિક્રોનના કેસો વધતાં ભારતના આ રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ : રેલીઓ-સરઘસ પર પ્રતિબંધ

ઓમિક્રોન

મુંબઈ : ઓમિક્રોનના કુલ ૩૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. એમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૭, રાજસ્થાનમાં ૯, ગુજરાતમાં ૩, દિલ્હીમાં ૨ અને કર્ણાટકમાં ૨ કેસ નોંધાયા છે. આજે રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો છે. રાહતની વાત તે છે કે રાજસ્થાનમાં પણ ૯ લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ૩ વર્ષના બાળકને ઓમિક્રોન થતાં ખળભળાટ

આ તરફ કર્ણાટકથી એક ઓમિક્રોન સંક્રમિત દુબઈ ભાગી ગયો છે. દેશમાં કોરોનાના ગઈકાલે ૭૯૯૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૯૨૬૫ લોકો સાજા થયા છે અને ૩૯૩ લોકોનાં મોત થયાં છે. હવે દેશમાં કુલ એક્ટિવ કેસ ૯૩ હજાર ૨૭૭ છે, જે ૫૫૯ દિવસમાં સૌથી ઓછા છે.દેશમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક ૩૩ થયો છે. શુક્રવારે દેશમાં ઓમિક્રોનના ૯ કેસ સામે આવ્યા હતા. એમાં મહારાષ્ટ્રમાં ૭ અને ગુજરાતમાં ૨ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જ ૩ વર્ષનું બાળક પણ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યું છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૭ નવા કેસમાંથી ૩ મુંબઈ અને ૪ પિંપરી ચિંચવાડમાં કેસ નોંધાયા છે. આ સાથે મળીને રાજ્યમાં કુલ ઓમિક્રોનના કેસની સંખ્યા ૧૭ થઈ ગઈ છે. દિલ્હીમાં પણ ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો છે. ચિંતાની વાત એ છે કે ગઇકાલે સંક્રમિત મળેલા ૭માંથી ૪ દર્દીએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધેલા હતા. મુંબઈમાં સંક્રમિત થયેલા દર્દીની વય ૪૮, ૨૫, અને ૩૭ વર્ષ છે. તેઓ તાંઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકા- નૈરોબી (કેન્યા)ના પ્રવાસે ગયા હતા.

મુંબઈમાં ઓમિક્રોનના કેસમાં વધારો થયા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. અહીં ૧૧-૧૨ ડિસેમ્બરના રોજ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલીઓ, સરઘસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના કુલ ૧૭ કેસ સામે આવી ચૂક્યા છે.

Other News : કાશીમાં ૩ દિવસ દિવાળી જોવા માહોલ જોવા મળશે : વડાપ્રધાન મોદી હાજરી આપશે, જાણો વિગત

Related posts

અનલોક-૨માં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ આજે ૨૨ હજાર કોરોનાના કેસ નોંધાયા…

Charotar Sandesh

માત્ર બિહાર જ નહીં, ફ્રી કોરોના વેક્સીન દરેક ભારતીયનો અધિકાર છે : કેજરીવાલ

Charotar Sandesh

રિઝર્વ બેન્ક દ્વારા ૨૦૦૦ની નોટનું છાપકામ બંધ : શું હોઇ શકે છે એના સંકેત..?

Charotar Sandesh