Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપના નાકમાં દમ કરી દીધો છે : શિવસેના

આમ આદમી પાર્ટી

ગુજરાત રાજ્ય મોદી-શાહની હોમ પિચ છે. પરંતુ જો આ સામ્રાજ્ય હાથમાંથી નીકળી જશે તો દિલ્હીની ગાદી પણ ડગમગવા લાગશે : સામના

મુંબઇ : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબક્કામાં ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે જ્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ૪ ડિસેમ્બરે યોજાશે. શિવસેનાએ પોતાના તંત્રીલેખમાં બંને ચૂંટણીની તારીખો પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાએ લખ્યું કે, છેલ્લી વખત કોંગ્રેસે ગુજરાતમાં ૨૭ વર્ષથી એકલી સત્તા ચલાવી રહેલી ભાજપને પરસેવો પાડી દીધો હતો. આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપના નાકમાં દમ કરી દીધો છે.

શિવસેનાના “સામના” માં લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં કેજરીવાલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેથી પહેલાથી જ પરસેવો વળી ગયેલી ભાજપની ચિંતા વધી ગઈ છે. કદાચ એટલે જ દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીને લઈ કેજરીવાલ અને આપના પગમાં ફસાવાની રમત રમાઈ છે. કેજરીવાલે હવે ગુજરાત અને દિલ્હી બંનેમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. દિલ્હી વિધાનસભાની સીડી ગણાતી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વના કારણે કેજરીવાલે દિલ્હીમાં એક પગ મક્કમતાથી રાખવો પડશે. ગુજરાતમાં તેનો ફાયદો ભાજપને મળી શકે છે.

આ સાથે શિવસેનાએ પોતાના તંત્રીલેખમાં લખ્યું છે કે, ખરા અર્થમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ દેખીતી રીતે જ છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ બંને દર અઠવાડિયે એક કે બીજા પ્રસંગની ઉજવણી કરવા વારાફરતી ગુજરાતની મુલાકાત લેતા હતા. આચારસંહિતા અમલમાં આવી તે પહેલા ગુજરાતમાં વિકાસના પ્રોજેક્ટોના ઉદ્‌ઘાટન, ભૂમિપૂજન વગેરે જેવા કાર્યક્રમોની ભારે લહેર હતી. જોકે મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે ગુજરાત મોડલ કહેવાતા તેનો અસલી ચહેરો દુનિયા સામે આવ્યો હતો. વડાપ્રધાન અને ગૃહમંત્રીની અવારનવાર મુલાકાતો યોજીને ભાજપ દ્વારા પકવેલી ખીચડી પળવારમાં બળી ગઈ.

Other News : ગુજરાત ઈલેક્શન : પ્રથમ તબક્કાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું : આ સાથે જ ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ

Related posts

ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત પ્રથમ : કુલ ઉત્પાદનમાં પ્રદાન ૧૭ ટકા…

Charotar Sandesh

પક્ષમાં પદ કે ટિકિટ માટે કોઈ ગોડ ફાધરના ભરોસે ન રહે, મેરીટ જોવાશે : પાટીલ

Charotar Sandesh

ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ : ભારત ખુલ્લામાં શૌચ મુકત જાહેર થશે સંકલ્પ શરૂ… સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ…

Charotar Sandesh