Charotar Sandesh
વર્લ્ડ

PM મોદીએ મદદ કરવાનું કહેતા બીએપીએસ સંસ્થા યુક્રેન બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચી

બીએપીએસ સંસ્થા યુક્રેન બોર્ડર

બીએપીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓની મદદે પહોંચી

નવીદિલ્હી : રશિયા-યુક્રેન વચ્ચે સર્જાયેલ યુદ્ધને લઈ ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે રશિયાના સંક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચુકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ- રાત જોડાઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ અગાઉ મધ્યરાત્રીએ પૂજય બ્રહ્મ વિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરદહ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું.

દરમિયાન સંસ્થાના આધ્યાત્મિક વડા પર પૂજય મહંત સ્વામી મહારાજના આર્શિવાદથી તાત્કાલિક ધોરણે ચક્રોગતિમાન કરીને બીએપીએસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે. પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી સતત ૨૨ કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે. સરેરાશ ૮૦૦ થી ૧૦૦૦ લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે.

કારમી ઠંડીમાં માઈન્સ ત્રણ- ચાર ડીગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે

કેટલાક વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાલ વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઉંચકીને એક દિવસમાં ૪૦-૫૦ કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. તેમની આ દયનીય હાલત જોઈને સંસ્થાને સ્વયંસેવકો પણ દ્રવિત થઈ જાય છે.

સ્નેહપુર્વક ગરમ ભોજન અને હુંફ આપીને બી.એ.પી.એસના સ્વયંસેવકો તેમની નવી જિંદગી આપી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતય રાજદુતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિધ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનીટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકો તેમને આત્મિયતા પુર્વક મદદ કરી રહ્યા છે.

Other News : કોઈપણ પરિસ્થિતિમાં આજે જ કીવ છોડો : ભારતીય એમ્બેસીની કડક સલાહ

Related posts

૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટર સુધી ૫૦ કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે…

Charotar Sandesh

ભારતે મૂળ મુદ્દાઓ પર કામ કર્યું, પરંતુ સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર : IMF

Charotar Sandesh

અમેરિકાના સાઉથ ટેક્સાસમાં ફાયરિંગમાં ૨ પોલીસ અધિકારીઓના મોત…

Charotar Sandesh