Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ : આણંદ જિલ્લાની ૨૦૧૭ ની ચૂંટણીનાં લેખા જોખા

વિધાનસભાની સામાન્ય ચૂંટણી

આણંદ જિલ્લામાં પ્રથમવાર તમામ બેઠકો પર કુલ મળી ૧૬ લાખથી વધુ મતદારો નોંધાયા હતા. જેની સામે ,૧૫,૬૧૩ પુરૂષ, ૫,૩૦,૪૩૦ મહિલા અને ૩૬ અન્ય મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

તમામ બેઠકો ઉપર કુલ મળી ૨૦,૨૯૫ મતદારોએ નોટા વિકલ્પ પસંદ કર્યો હતો

આ સાતેય વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી જંગમાં ૪૫ પુરૂષ અને ૨ મહિલા ઉમેદવાર મળી કુલ ૪૭ ઉમેદવારો હતા. જે પૈકી ૩૨ પુરૂષ ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. જ્યારે એક પણ મહિલા ઉમેદવારે તેમની ડીપોઝીટ ગુમાવી ન હતી

આણંદ : વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે આણંદ જિલ્લાની ૧૦૮-ખંભાત, ૧૦૯- બોરસદ, ૧૧૦-આંકલાવ, ૧૧૧-ઉમરેઠ, ૧૧૨-આણંદ, ૧૧૩-પેટલાદ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભાની બેઠક ઉપર ૨૦૧૭ના વર્ષમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રસ્તુત લેખા જોખા રસપ્રદ બની રહેશે.

૨૦૧૭ના વર્ષની સામાન્ય ચૂંટણીમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા મળી ૭ મતદાર વિભાગોની ચૂંટણી અન્વયે તા.૧૪-૧૨-૨૦૧૭ ના રોજ મતદાન યોજાયું હતુ. જેનું તા. ૧૮ મી ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ મત ગણતરી થતા તે જ દિવસે પરીણામ જાહેર થયું હતું.

આણંદ જિલ્લામાં તમામ બેઠકો પર કુલ મળી પ્રથમવાર ૧૬ લાખથી વધુ મતદારો નોંધાયા હતા. નોંધાયેલા ૮,૩૪,૫૪૭ પુરૂષ, ૭,૭૪,૧૩૪ મહિલા અને ૬૪ અન્ય મતદારોની સામે ૬,૧૫,૬૧૩ પુરૂષ, ૫,૩૦,૪૩૦ મહિલા અને ૩૬ અન્ય મતદારો મળી કુલ ૧૧,૪૬,૦૪૩ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા આણંદ જિલ્લામાં સરેરાશ ૭૨.૨૪ ટકા મતદાન નોંધાયું હતું.

આ સાતેય બેઠકો ઉપર કુલ મળી ૨૦,૨૯૫ મતદારોએ નોટા વિકલ્પ પસંદ કર્યો હતો. જેમાં સૌથી વધુ ૩,૮૮૦ નોટા મત આંકલાવ બેઠક ઉપર નોંધાયા હતા. જ્યારે ખંભાત બેઠક ઉપર ૨,૭૩૧, બોરસદ બેઠક ઉપર ૨,૧૭૫, ઉમરેઠ બેઠક ઉપર ૩,૭૧૦, આણંદ બેઠક ઉપર ૨,૬૪૬, પેટલાદ બેઠક ઉપર ૨,૦૪૧ અને સોજીત્રા બેઠક ઉપર ૩૧૧૨ મતદારોએ નોટાને મત આપ્યો હતો.

Other News : આણંદ જિલ્લાના ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગ મતદારો ઘરે બેસીને મતદાન કરશે

Related posts

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીનું અકસ્માતમાં દુઃખદ નિધન…

Charotar Sandesh

આણંદમાં ક્રેડિટ સોસાયટીમાંથી ૧.૪૧ લાખના મત્તાની ચોરી : પોલીસ તપાસ શરૂ…

Charotar Sandesh

આણંદ જિલ્લાની ૭ બેઠકો અને ખેડા જિલ્લાની ૬ સહિત રાજ્યમાં ૯૩ બેઠક માટે મતદાન શરૂ

Charotar Sandesh