Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

તહેવારો પુરા થતાં રાજ્ય બહારથી પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર ટેસ્ટિંગ શરૂ

ટેસ્ટિંગ

સુરત : તહેવારો પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે ૩૧ સેન્ટર પર જ જ્યારે ૭૮ સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે ૧૦ સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. ૨ સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે ૧૭ સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે ૧૩૮ જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ ૧૦ની નીચે રહેતા થોડી રાહત છે. છેલ્લા ચાર દિવસમાં શહેર જિલ્લામાં ૧૫ કેસનો વધારો થયો છે. દરમિયાન આજથી સુરત પરત ફરતા લોકોનું ૭ સ્થળો (પ્રવેશદ્વાર) પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

ર શહેરમાં ૦૪ અને જિલ્લામાં ૦૧ કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૦૫ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૩૯૩૮ થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૬ થયો છે. આજે શહેરમાંથી ૦૭ અને જિલ્લામાંથી ૦૨ સહિત ૦૯ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

પાલિકાએ શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા, વાલક, પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસને સ્ટેન્ડબાય રાખી કામગીરી શરૂ કરી છે. બહારગામથી સુરત પરત ફરતા લોકોના પ્રવેશદ્વાર પર જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.આ સાથે લોકોને વેક્સિન મૂકાવી છે કે કેમ તે અંગેની ખાતરી કરવા વેક્સિનેશન સર્ટિફિકેટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જ્યારે ૭૨ કલાક પહેલાં કરવામાં આવેલ RTPCR રિપોર્ટ પણ પરત ફરતા મુસાફરો પાસેથી લેવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા પાલિકા દ્વારા ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

Other News : તહેવારોમાં વધારાની બસો મુકી ગુજરાત એસટી વિભાગને ૬.૭૭ કરોડની આવક

Related posts

બેફામ બનેલાં ડમ્પરે ૪થી વધુ બાઈકચાલકોને અડફેટે લીધા, ૩ના મોત…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે પણ નગરપાલિકા, જિ.પંચાયતની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે…

Charotar Sandesh

આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની એકાએક બદલી થતા અનેક તર્ક-વિતર્ક…

Charotar Sandesh