Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં એટીએસ ટીમે માસ્ટર માઈન્ડ સહિત ૧૫ની અટકાયત

જુનિયર ક્લાર્ક પેપર

સંસ્કારી નગરી વડોદરાના સ્ટેક વાઈઝ ટેક્‌નોલોજીના સંચાલક ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની અટકાયત કરાઈ

વડોદરા : પેપર લીક મુદ્દે ગુજરાત ATS ટીમે મોડી રાત્રે ૨ વાગ્યે ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત ૧૫ શખસની અટકાયત કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા સહિત સુરતમાં પણ ગુજરાત એટીએસ તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, હાલ તો ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે, જેમાં એટીએસે અત્યાર સુધીમાં કુલ ૧૫ આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળેલ છે.

ATSની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે, જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા અટકાયત કરાઈ છે, બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે

જૂનિયર ક્લાર્ક

તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવેલ છે. ગુજરાત એટીએસની અલગ અલગ ટીમો આ અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.

Other News : પેપર લીકમાં ગુજરાત ATS અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ : શંકાસ્પદોની અટકાયત

Related posts

સૂરતમાં ફૂટ્યો કોરોના બોમ્બ, શાળાએ જતાં ૮૦થી વધુ વિદ્યાર્થી કોરોના સંક્રમિત…

Charotar Sandesh

દરિયાઈ માર્ગે કચ્છ નજીક ૨૮૦ કરોડના ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ

Charotar Sandesh

બોલો… બોર્ડ પરીક્ષામાં પેપર કેમ ન બતાવ્યું કહી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર માર્યો…

Charotar Sandesh