Charotar Sandesh
વર્લ્ડ

વિશ્વના દેશો અમને માન્યતા આપે નહીં તો હુમલા થતા રહેશે : તાલિબાન

તાલિબાન

કાબુલ : તાલિબાને કબજો કર્યો તેને બે મહિના વીતી ગયા છે જોકે કોઇ દેશ તેને માન્યતા નથી આપી રહ્યું, ચીન અને પાકિસ્તાન જ એવા દેશ છે કે જે તાલિબાનમાં રસ દાખવી રહ્યા છે. અન્ય કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી કે ન તો તાલિબાનની ક્રૂર સરકારને માન્યતા આપી રહ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્વ એ જોઇ રહ્યું છે કે તાલિબાનમાં માનવ અધિકારોની શું સિૃથતિ છે.શનિવારે હૈબતુલ્લાહે દારૂલ ઉલૂમ હકીમાહ મદરેસાની મુલાકાત લીધી હતી.

જોકે તેની આ મુલાકાત દરમિયાન ભારે સુરક્ષા વ્યવસૃથા કરાઇ હતી અને વીડિયો, ફોટો લેવા પર પ્રતિબંધ રખાયો હતો. જોકે તાલિબાનના વડાના ભાષણની ૧૦ મિનિટની ઓડિયો ક્લીપ તાલિબાન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરાઇ હતી.

પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે કે અન્ય દેશો તાલિબાનને આર્થિક મદદ કરે જોકે તેમ નથી થઇ રહ્યું, તેથી ગુસ્સે ભરાયેલા તાલિબાને હવે ધમકી આપી છે કે જો અમને આર્થિક મદદ કરવામાં ન આવી તો અમે વધુ ક્રૂર બનીશું અને હુમલા પણ કરીશું. જે હુમલા થશે તેને અટકાવીશું નહીં.

તાલિબાન અગાઉ જ્યારે શાસનમાં હતુ ત્યારે તેણે અલકાયદા દ્વારા અમેરિકાના વર્લ્‌ડ ટ્રેડ સેન્ટર પર હુમલા કર્યા હતા

આ જ પ્રકારના હુમલા કરવાની આડકતરી રીતે તાલિબાને ધમકી આપી દીધી છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ્દે કહ્યું હતું કે તાલિબાનને એક જવાબદાર પક્ષ તરીકે જોવામાં આવે. આ સિૃથતિ વચ્ચે હવે ગુસ્સે ભરાયેલા તાલિબાને કહી દીધુ છે કે અન્ય દેશો પર જો કોઇ હુમલો થાય તો આવા હુમલાને અટકાવવાની અમે જવાબદારી નહીં લઇએ. બીજી તરફ અફઘાનિસ્તાન પર કબજો કર્યો તે બાદ પહેલી વખત તાલિબાનનો વડો હૈબતુલ્લાહ અખુંડઝાદા જાહેરમાં જોવા મળ્યો હતો.

Other News : USA : અમેરિકામાં મોલ ઉડાવવાનું આઇએસનું કાવતરૂં, એલર્ટ જાહેર

Related posts

ટ્રમ્પ આકરા પાણીએઃ અમેરિકાએ ઇરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા

Charotar Sandesh

એચ-૧બી વિઝા ફ્રોડ બદલ ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ

Charotar Sandesh

ઈટાલી બીજું ‘વુહાન’ બન્યું : કોરોનાથી એક જ દિવસમાં ૨૫૦ના મોત…

Charotar Sandesh