Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાતમાં કોરોનાના આજે નવા ૬૨૭૫ કેસો : જાણો આણંદ-નડીયાદમાં નિયંત્રણો બાદ કેટલા કેસો નોંધાયા

ગુજરાતમાં કોરોના

આણંદ જિલ્લામાં નવા ૬૪ કેસો નોંધાયા, ૨૭ દર્દીઓ સાજા થયા
ખેડા જિલ્લામાં નવા ૬૭ કેસો, સામે ૭૮ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

રાજ્યમાં ૬૨૭૫ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨૬૩ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૪,૧૬૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને ૯૫.૫૯ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

આજના દિવસમાં કુલ ૯૩,૪૬૭ વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૭૯૧૩ નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૨૭૮૮૭ નાગરિકો સ્ટેબલ છે. ૮૨૪૧૬૩ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૨૮ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

જો કે રાહતના સમાચાર છે કે, આજના દિવસમાં એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. જે આડકતરી રીતે રાહતના સમાચાર કહી શકાય.

Other News : કોરોના વધતા લોકડાઉનના ભયથી શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા : યુપી-બિહારની ટ્રેનો ખચોખચ ભરાઈ

Related posts

અમદાવાદના બિલ્ડરની ૧૦૦૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ…

Charotar Sandesh

ફાસ્ટટેગથી હાલ પુરતી રાહત : સરકારે 15 ડિસેમ્બર સુધી મુદત વધારી દીધી…

Charotar Sandesh

રાજ્યસભાની ખાલી પડેલી ૨ બેઠકો પર યોજાશે ૧ માર્ચે ચૂંટણી…

Charotar Sandesh