Charotar Sandesh
ઈન્ડિયા

જંક ફૂડની જાહેરાતો પર લાગશે પ્રતિબંધ : માર્ચના અંત સુધીમાં લાદી શકે છે નિયમો

જંક ફૂડની જાહેરાતો

સરકાર માર્ચના અંત સુધીમાં લાદી શકે છે નિયમો

નવીદિલ્હી : બાળકોમાં સ્થૂળતા વધવા પામી છે, ત્યારે ચિંતિત, ગ્રાહક બાબતોનું મંત્રાલય સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા જંક ફૂડ સંબંધિત જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ સંબંધમાં એક સૂચન આપ્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાંથી મળેલા ડેટાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે દેશમાં બાળકોમાં વધી રહેલી મેદસ્વીતા આનો પુરાવો છે.

આ કારણથી આવી જાહેરાતોમાં લગામ લાગે તો સારી બાબત છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પણ ખાદ્ય ઉત્પાદનોના પેકેટો પર પોષક તત્વોની વિગતો સાથે સંબંધિત નિયમો સાથે બહાર આવી છે.તેમણે કહ્યું કે જંક ફૂડ સંબંધિત જાહેરાતોની અસરને ધ્યાનમાં રાખીને, બાળકો પર કેન્દ્રિત જાહેરાતોની જોગવાઈને ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધની માર્ગદર્શિકામાં પણ સામેલ કરી શકાય છે. આ માર્ગદર્શિકા માર્ચના અંત સુધીમાં બહાર આવવાની ધારણા છે.

સરકારની થિંક-ટેન્ક નીતિ આયોગે તેના ૨૦૨૧-૨૨ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતે વધતી જતી સ્થૂળતાનો સામનો કરવો જોઈએ, જેમ કે ખાંડ, ચરબી અને મીઠું વધુ હોય તેવા ખોરાક પર કરવેરા અને ફ્રન્ટ-ઓફ-ધ-પૅક લેબલિંગ જેવી કાર્યવાહી કરી શકે છે.

નોન-બ્રાન્ડેડ નમકીન, ભુજિયા, વેજીટેબલ ચિપ્સ અને નાસ્તા પર પાંચ ટકા ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગે છે, જ્યારે બ્રાન્ડેડ અને પેકેજ્ડ પ્રોડક્ટ્‌સ માટે જીએસટી દર ૧૨ ટકા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) ૨૦૧૯-૨૦ અનુસાર, મેદસ્વી મહિલાઓની સંખ્યા વધીને ૨૪ ટકા થઈ ગઈ છે, જે ૨૦૧૫-૧૬માં ૨૦.૬% હતી. જ્યારે પુરુષોના કિસ્સામાં આ આંકડો ૧૮.૪ ટકા વધીને ૨૨.૯ ટકા થયો છે. FSSAI એ આવા ઉત્પાદનોના પેકિંગમાં આપવામાં આવેલી માહિતીનું સ્થાન બદલવાની યોજના બનાવી છે.

Other News : રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ પરિણામ શૂન્ય

Related posts

કેજરીવાલ આતંકવાદી છે તેના ઘણાં પુરાવા છેઃ પ્રકાશ જાવડેકર

Charotar Sandesh

આવતીકાલે દેશભરમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન : ચક્કાજામ કરશે…

Charotar Sandesh

લોકડાઉન ઈફેક્ટ, રેલવેના ૧૩ લાખ કર્મચારીઓના પગારમાં કાપ મુકાશે…

Charotar Sandesh