અમદાવાદ : હાલમાં ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં બટુક મોરારિ નામના શખ્સે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી પાસે ખંડણી માંગી છે અને નહીં તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી આપી છે, કથાકારના આ વીડિયો મામલે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, તે ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.
જે બાદ આજરોજ લોકલ ક્રાઇમબ્રાંચ દ્વારા ૧ કરોડની ખંડણી માંગનારા બટુક મોરારી બાપુની અટકાયત કરવામાં આવી હતી. એલબીસી પોલીસે રાજસ્થાનના રેવદરના દાંતરાઇ ગામ નજીકથી બટુક મોરારી બાપુની ધરપકડ કરી લીધી છે. બનાસકાંઠા એલસીબી અને વાવ થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બટુક મોરારી બાપુને ઝડપી લેવામાં સફળતા મળી છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રીને ધમકી આપતા વીડિયોમાં આ વ્યક્તિ નશામાં હોવાનું પણ લાગી રહ્યું છે. જેના કારણે પોલીસ દ્વારા તેની મેડિકલ તપાસ અંગેની કાર્યવાહી પણ હાથ ધરી છે.
જો કે ચમત્કારની વાતો કરનાર આ બટુક મોરારીને પોલીસે જ્યારે ઝડપ્યો ત્યારે પોલીસનાં ચમત્કારથી ગભરાયેલા બટુક મોરારી થરથર ધ્રુજવા લાગ્યો હતો અને પોતાની ભુલ થઇ ગઇ અને રડવા લાગ્યો હતો
મેડિકલ રિપોર્ટ બાદ જ તેણે નશો કર્યો હતો કે કેમ તે અંગેની માહિતી મળશે. જેથી હાલ તો પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહી છે.
બટુક મોરારિને ગુજરાત લવાયા બાદ તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
Other News : સુરત કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ : વેક્સીનનો બીજો ડોઝ લેનારને ૧ લીટર તેલનું વિતરણ કરાશે