Charotar Sandesh
સ્પોર્ટ્સ

BCCI કોરોના સંકટમાં મદદ માટે આગળ આવ્યું, દાન કર્યા ૨ હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર

ન્યુ દિલ્હી : ભારતમાં આ સમયે કોરોના કેસમાં થોડો ઘટાડો જરૂર થયો છે પરંતુ દેશ હજુ મહામારી સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં ઘણા ક્રિકેટરો પોતાના તરફથી મદદ કરી રહ્યાં છે. તેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સચિન તેંડુલકર, હનુમા વિહારી જેવા નામ પણ સામેલ છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ કોરોના સંકટમાં મદદ માટે આગળ આવ્યું છે. બોર્ડે કોરોના મહામારીનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે ૨૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે.
બીસીસીઆઈએ આ સંબંધમાં એક ટ્‌વીટ કર્યું છે. તેણે લખ્યું, કોવિડ-૧૯ વિરુદ્ધ જંગમાં બીસીસીઆઈ ૧૦ લીટરવાળા ૨ હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કરી રહ્યું છે. આજે જ ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાએ ઓક્સિજન કોન્સ્નટ્રેટરનો નવો જથ્થો સંબંધિત કેન્દ્રોને મોકલ્યો છે. બન્ને ભાઈઓએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેનો પરિવાર દેશના ગ્રામીણ વિસ્તારમાં મહામારી સામે લડવા માટે ૨૦૦ ઓક્સિજન કોન્સ્નટ્રેટર દાન કરશે.
બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું, બીસીસીઆઈ જાણે છે કે મેડિકલ અને હેલ્થકેર સેક્ટરે કોરોના વિરુદ્ધ જંગમાં મોટી ભૂમિકા બજવી છે. તે ખરેખર આપણા ફ્રંટલાઇન વોરિયર્સ રહ્યા છે અને તેણે આપણે બચાવવા ખુબ મહેનત કરી છે. બોર્ડ હેલ્થ અને સુરક્ષાને સર્વોપરિ રાખે છે. ઓક્સિજન કોન્સ્નટ્રેટરની મદદથી આ બીમારીનો સામનો કરી રહેલા લોકોને મદદ મળશે અને તે ઝડપથી સ્વસ્થ થશે.
બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું, અમે કોરોના મહામારી વિરુદ્ધ આ સામૂહિક લડાઈમાં સાથે ઉભા છીએ. બીસીસીઆઈ સંકટની આ ઘડીમાં ચિકિત્સા ઉપકરણોની જરૂરને સમજે છે અને આશા કરે છે કે તેના આ પ્રયાસથી દેશભરમાં ઉભી થયેલી ઓક્સિજનની માંગ-આપૂર્તિના અંતરને ઓછી કરવામાં મદદ મળશે. આ સાથે તેમણે લોકોને વેક્સિન લેવાનો પણ આગ્રહ કર્યો છે.

Related posts

વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા ભારત પાસે અનુભવી ખેલાડીઓ છેઃ અમરનાથ

Charotar Sandesh

આઈપીએલનું શિડ્યુલ જાહેર : ર૬ માર્ચથી સિઝન શરૂ થશે, પહેલા આ બે ટીમ વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે

Charotar Sandesh

રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર…

Charotar Sandesh