Charotar Sandesh
ગુજરાત

ભરતસિંહ સોલંકી ભાન ભૂલ્યા : ‘રામ મંદિરની ઈંટો પર કુતરાઓ પેશાબ કરતા હતા’ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું

નેતા ભરતસિંહ સોલંકી

અમદાવાદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ રામમંદિરને લઈ વિવાદિત નિવેદન આપતાં ચકચાર મચી જવા પામી છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે. નિવેદનમાં તેઓએ રામમંદિરના નિર્માણ માટે ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે, રામશીલા લોકોએ ગામોમાંથી અયોધ્યા ખાતે મોકલાવેલ છે, બજેટમાં મંદિર નિર્માણ માટે ઉલ્લેખ કરાયો છે, છતાં ભાજપ કરોડો રૂપિયા ઉઘરાવે છે, ભગવાન રામના નામનો ઉપયોગ કરી રાજકારણ રમે છે.

આ સાથે વિવાદિત નિવેદન આપ્યું હતું કે, રામ મંદિરની ઈંટો પર શ્વાન પેશાબ કરતા હતા

કોંગ્રેસ પૂર્વ નેતા હાર્દિક પટેલે ટ્‌વીટ કરી જણાવેલ કે, કોંગ્રેસને લોકોની ભાવનાઓ સાથે કઈ લેવા-દેવા નથી તે હિન્દુ સમાજની આસ્થાના વિરોધમાં જ કામ કરે છે અને આવા નિવેદનો આપે છે.

આગામી વિધાનસભાની ચુંટણીને લઈ હવે ગુજરાતમાં એક પછી એક સમાજ સંમેલન યોજાઈ રહ્યા છે, ત્યારે આજે ધોળકાના વટામણમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજાએલ, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેલ, દરમ્યાન ભરતસિંહ સોલંકીએ રામમંદિરને નિર્માણને લઈ સૌથી વિવાદિત નિવેદન આપતાં ગરમાવો આવ્યો છે.

Other News : આણંદ જિલ્લા પોલીસે મહિલા બુટલેગરને વિદેશી દારૂનો ધંધો છોડાવી હેવમોર પાર્લર શરૂ કરાવી આપ્યું

Related posts

આનંદો… કોરોના ગાઇડલાઇન મુજબ મંદિરો શરુ, પ્રથમ દિવસે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો…

Charotar Sandesh

વેક્સિન સેન્ટરોને તાળાં અને બીજી બાજુ વડોદરા સિટી પીઆઇની વેપારીઓને ચિમકી…

Charotar Sandesh

રાજ્યમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઈ પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધાર્યું

Charotar Sandesh