Charotar Sandesh
ગુજરાત

ભરતસિંહ સોલંકીએ મનીષા નામની મહિલાના ખાતામાં ૩ લાખ ડોલર ટ્રાન્સફર કર્યા

ભરતસિંહ સોલંકી
રેશ્મા સોલંકીએ જાહેર નોટિસમાં અનેક આક્ષેપો કર્યા !

અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. રેશ્મા ભરતસિંહ સોલંકીએ એક જાહેર નોટિસ આપી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરતસિંહ સોલંકીએ મનીષા નામની મહિલા અને અન્ય કેટલા વ્યક્તિઓના ખાતામાં ૩ લાખ ડોલર ટ્રાન્સફર કરી દીધા છે.

રેશ્મા ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસમા અનેક આક્ષેપો કર્યા છે. રેશ્માનો આક્ષેપ ઓવે છે કે માર અને ભરતસિંહના નામે ભારતમાં અને અમેરિકામાં અનેક મિલકતો આવેલી છે. પતિ ભરતસિંહ સાથે વિવાદ થયા બાદ બોરસદ ખાતેના ઘરમાંથી મને કાઢી મુકવામાં આવેલી અને જીવનું જોખમ હોવાથી હું અમેરિકા આવી ગઇ છુ. અહી બેંક ઓફ અમેરિકામાં મારૃ પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ આવેલુ છે અને આ એકાઉન્ટમાંથી ભરતસિંહ સોલંકીએ અમારી જાણ બહાર મનીષા તથા અન્ય ઇસમોના ખાતામાં ૩ લાખ ડોલર (અંદાજે સવા બે કરોડ રૃપિયા) ટ્રાન્સફર કરી દીધા છે. આ નાણા પરત નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત મારા તથા ભરતસિંહના નામે જે સ્થાવર અને જંગમ મિલકતો છે તે મિલકતો કોઇ પણ વ્યક્તિએ સીધી કે આડકતરી રીતે ખરીદવી નહી અને જો કોઇએ વેચાણે લીધી હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Other News : શિક્ષકોની ભરતી અંગે ગુજરાત હાઇકોર્ટે શિક્ષણ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી

Related posts

રાજ્યમાં હવે ટ્રાફિક દંડ વાહન માલિક પાસેથી નહીં પરંતુ ચાલક પાસેથી વસુલાશે…

Charotar Sandesh

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ બુક કરાવવી ભારે પડી : ખાતામાંથી ૩ લાખ ઉપડી ગયા

Charotar Sandesh

“ભારતીય સામાન-હમારા અભિમાન” અભિયાન હેઠળ ગુજરાતમાં ચાઈનીઝ પ્રોડક્ટ્‌સની હોળી…

Charotar Sandesh