Charotar Sandesh
ગુજરાત

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટા સમાચાર : GAD અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે આપ્યું નિવેદન

ગૌણ સેવા પંસદગી

ગાંધીનગર : રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરીએ યોજાનાર ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, તે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો છે. ૩ વર્ષ પરીક્ષાનું આયોજન કરાયુ હતું.

ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મોકૂફીની જાહેરાત કરી છે. વહીવટી કારણોસર પરીક્ષા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તૈયારી કરીને જ્યારે જ્યાર એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. ૪ વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી છે

3 વખત મોકૂફ રખાયેલ બિન સચિવાલયની પરીક્ષા મામલે ગૌણ સેવા મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ એ.કે.રાકેશનું નિવેદન, કહ્યું- હાલ પેપર લીક અંગે કોઈ બનાવ ધ્યાને નથી આવ્યો, આગામી સમયમાં નવી SOP મુજબ લેવાશે પરીક્ષા

૧૩ ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સચિવાલય સેવાના ઓફિસ આસિ.ની પરીક્ષા મોકૂફ કરાઈ છે.

Other News : ધ ગ્રેટ ખલી તરીકે મશહૂર દિલીપ રાણા ભાજપમાં જોડાયા : WWE રેસલિંગ બાદ રાજનીતિમાં ઝૂકાવ્યું

Related posts

ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ, કરોડોના ટ્રાંજેક્શન અટવાયા…

Charotar Sandesh

પક્ષમાં ખોટા આક્ષેપ કરનાર નેતાઓ-કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે : અમિત ચાવડા

Charotar Sandesh

નોનવેજની લારીઓ બંધ કરાવી ભાજપ મોંઘવારી-બેરોજગારીથી ધ્યાન ભટકાવવા માંગે છે : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

Charotar Sandesh