Charotar Sandesh
ગુજરાત

ભાજપે નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી : ગુજરાતમાં સંભવિત મંત્રી મંડળ, જુઓ

મંત્રી મંડળ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર Election થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી યોજાઈ હતી, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થયું છે, ત્યારે ગુજરાતમાં ફરી વખત મોદી મોજીકથી ભાજપ ફરી સત્તામાં આવ્યું છે.
ત્યારે હવે CM ભૂપેન્દ્રભાઈ પટેલ રાજભવન પહોંચ્યા હતા, અહીં CMએ તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપેલ હતું, અને આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે, ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરવામાં આવશે.

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ૧૨મી ડિસેમ્બરે CM તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે

ત્યારે હવે સંભવિત મંત્રીમંડળમાં નવા ચહેરાઓ તરીકે Cabinet Minister તરીકે સ્થાન અપાય તેમ છે, જેમાં શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઇ, કિરીટસિંહ રાણા, શંભુનાથ ટુંડિયા, ગણપત વસાવા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જિતુ વાઘાણીનો સમાવેશ થઈ શકે છે.

બીજી તરફ, સંભવિત રાજ્યમંત્રીઓ જેમાં, જગદીશ વિશ્વકર્મા, અમિત ઠાકર, હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર, મોહન ઢોડિયા, આર.સી. પટેલ, જે.વી કાકડીયા, અક્ષય પટેલ, રીવાબા જાડેજા, માલતી મહેશ્વરી, દર્શના દેશમુખ, શૈલેષ ભાભોર, બચુ ખાબડ, ભરત પટેલનો સમાવેશ થઈ શકે છે.

ત્યારે આગામી ૧૨ ડિસેમ્બરે નવી સરકાર રચાશે અને નવું મંત્રી મંડળ જાહેર થશે.

Other News : ભવ્ય જીત બાદ હવે નવા મંત્રીમંડળની તૈયારીઓ : ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને ઔપચારિક રાજીનામું આપ્યું

Related posts

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૨૫૬ પોઝિટિવ કેસ, ૬ના મોત : કુલ ૩૦૭૧ કેસ, ૧૩૩ના મોત…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસ તૂટવાનાં એંધાણથી ભાજપ સક્રિય…

Charotar Sandesh

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : મંગળવારથી વિદ્યાર્થીઓ આમરણાંત ઉપવાસ કરશે…

Charotar Sandesh